નવી મુંબઇમાં નવુ ઇન્ટરનેશનલ એરપોર્ટ બની રહ્યું છે.તેનું નિર્માણ કાર્ય અંતિમ તબક્કામાં પહોંચ્યુ છે. એરપોર્ટ નિર્માણમાં અદાણી એર પોર્ટ હોર્ડિંગ્સ લિમિટેડની સહાયક કંપની મુંબઇ ઇન્ટરનેશનલ એરપોર્ટ લિમિટેડ 74ટકા જ્યારે CIDCO 26 ટકા ભાગીદારી છે. ત્યારે આ એરપોર્ટની ડિઝાઇન કેવી છે અને કેવુ આધુનિક રીતે બનાવવામાં આવ્યું છે તે વિશે વાત કરીએ..

કમળના ફુલ જેવી ડિઝાઇન 

આ એરપોર્ટ ગ્રીનફિલ્ડ પ્રોજેક્ટ તરીકે ડિઝાઇન કરવામાં આવ્યું આ નવું એરપોર્ટ દક્ષિણ મુંબઈથી લગભગ 37 કિલોમીટર દૂર નવી મુંબઈના ઉલ્વેમાં બનાવવામાં આવી રહ્યું છે. તેમાં બે સમાંતર કોડ F રનવે હશે, દરેક 3,700 મીટર લાંબા અને 60 મીટર પહોળા હશે. એરપોર્ટની ડિઝાઇન ભારતના રાષ્ટ્રીય ફૂલ કમળથી પ્રેરિત છે. ટર્મિનલની છત કમળની પાંખડી જેવી હશે જેને 12 ભવ્ય સ્તંભો દ્વારા ટેકો આપવામાં આવશે.

કૂલ 4 ટર્મિનલ બનાવવાની યોજના

  • પ્રથમ તબક્કામાં એરપોર્ટ વાર્ષિક આશરે 20 મિલિયન મુસાફરોને હેન્ડલ કરશે જ્યારે અંતિમ તબક્કામાં ક્ષમતા વાર્ષિક 90 મિલિયન મુસાફરો સુધી વિસ્તૃત કરવામાં આવશે. કુલ ચાર ટર્મિનલ બનાવવાની યોજના છે, જેમાં પ્રથમ તબક્કામાં એક સંકલિત સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય ટર્મિનલનો સમાવેશ થાય છે.
  • કાર્ગો સુવિધા પ્રથમ તબક્કામાં 500,000 ટન કાર્ગોનું હેન્ડલ કરી શકશે, જે પછીથી વાર્ષિક 3.2 મિલિયન ટન સુધી વિસ્તૃત કરવામાં આવશે. તેમાં સંપૂર્ણ સ્વચાલિત કાર્ગો સિસ્ટમ, 100% શિપમેન્ટ ટ્રેકિંગ અને તાપમાન-નિયંત્રિત ઝોન જેવી આધુનિક સુવિધાઓ હશે.
  • એરપોર્ટ 5G નેટવર્ક, ડિજિટલ ટ્રેકિંગ અને ડિજી યાત્રા જેવી સંપર્ક રહિત પ્રક્રિયાઓ સાથે જોડાયેલ હશે. બેગેજ ટ્રેકિંગ, સ્માર્ટ ટ્રાફિક મેનેજમેન્ટ અને IoT-આધારિત મોનિટરિંગ સિસ્ટમ મુસાફરો માટે અત્યાધુનિક અનુભવ પ્રદાન કરશે.

એરપોર્ટ પર ભારતીય સ્ટ્રીટ ફૂડનો આનંદ માણી શકાશે

  • ફૂડ અને રિટેલ ઝોનમાં 110 થી વધુ દુકાનો અને રેસ્ટોરન્ટ્સ હશે જેમાં લોકપ્રિય મુંબઈ બ્રાન્ડ્સ, આર્ટીસનલ ટી કોન્સેપ્ટ અને ભારતીય સ્ટ્રીટ ફૂડનો સમાવેશ થશે.
  • ડ્યુટી-ફ્રી એરિયા અને ડિજિટલ એક્સપિરિયન્સ ઝોન પણ વિકસાવવામાં આવી રહ્યા છે.
  • NMIAL પર્યાવરણને ધ્યાનમાં રાખીને એરપોર્ટને હરિયાળું બનાવવા માટે કામ કરી રહ્યું છે.
  • આમાં 47 મેગાવોટ સૌર ઉર્જા, વરસાદી પાણીનો સંગ્રહ, ગંદા પાણીનો પુનઃઉપયોગ અને ઇલેક્ટ્રિક વાહનોનો ઉપયોગ શામેલ છે.
  • નવી મુંબઈ આંતરરાષ્ટ્રીય એરપોર્ટનું ઉદઘાટન મુંબઈની હવાઈ કનેક્ટિવિટીને બમણી કરશે અને ભારતના નવા વૈશ્વિક ઉડ્ડયન હબ બનવા તરફ એક મોટું પગલું બનશે.
  • Follow us on: