બિહારના જમુઈમાં સગીરા સાથે થયેલા શરમજનક વર્તનને પગલે સમગ્ર દેશમાં રોષનો માહોલ છે. આ ઘટનાનો વીડિયો વાયરલ થયા બાદ બિહારમાં મહિલાઓની સુરક્ષા પર સવાલો ઉઠી રહ્યા છે. એવામાં ધારાસભ્ય મૈથિલી ઠાકુરનું નિવેદન પણ ચર્ચા આવી રહ્યું છે જેમાં તેમણે કહ્યું હતું કે તેઓ બિહારમાં સુરક્ષિત અનુભવે છે, બોલીવુડના જાણીતા લેખક નીરજ પાંડે, જે પોતે બિહારના બક્સરના જ છે, તેમણે મૈથિલી ઠાકુરના નિવેદન પર નારાજગી વ્યક્ત કરી છે અને વ્યવસ્થાને લઈને કેટલાક સવાલ ઉઠાવ્યા છે. તેમણે પોતાનો અંગત અનુભવ પણ શેર કર્યો છે.
અલીનગર વિધાનસભા વિસ્તારના ભાજપના ધારાસભ્ય મૈથિલી ઠાકુરે કહ્યું હતું કે ‘હું બિહારની દીકરી છું અને મને અહીં (રાજ્ય) સુરક્ષિત લાગે છે.’
નીરજ પાંડેએ 23 સપ્ટેમ્બરે બુધવારે ઇન્સ્ટાગ્રામ પર એક નોંધ શેર કરી હતી, જેમાં તેમણે મૈથિલી ઠાકુરના નિવેદન અંગે વાત કરી હતી. તેમણે લખ્યું, ‘જો તમને સુરક્ષિત લાગતું હોય તો એ સારી વાત છે, પરંતુ દરેક માટે બિહાર એકસરખું નથી. ત્યાં ઉછરેલી દરેક વ્યક્તિને આ વાત કહેવાનો મોકો મળ્યો નથી.’
નીરજ પાંડેએ પોતાનો અનુભવ જણાવ્યો
નીરજ પાંડે બિહારના બક્સર જિલ્લાના રહેવાસી છે, તેથી તેઓ ત્યાંની પરિસ્થિતિથી સારી રીતે પરિચિત છે. તેઓ આગળ કહે છે, ‘હું બિહારનો જ છું. પરંતુ પુરુષ હોવા છતાં મારા ઉછેર દરમિયાન મને ક્યારેય સુરક્ષિત લાગ્યું નથી. પુરુષ હોવા છતાં ઘણી વખત મારી શારીરિક સીમાઓનું ઉલ્લંઘન કરવામાં આવ્યું હતું. તમારો અનુભવ એ અન્ય દરેક વ્યક્તિનો અનુભવ ન હોઇ શકે. કોઈપણ રાજ્ય કે સમાજની સાચી સ્થિતિ એવા લોકો પાસેથી પૂછવી જોઈએ, જેમણે ત્યાં મુશ્કેલીઓનો સામનો કર્યો હોય. મેં આવી ઘણી મુશ્કેલીઓનો સામનો કર્યો છે.’
https://www.instagram.com/p/DdoLkjeH8AZ/?utm_source=ig_web_copy_link&stkn=MzRlODBiNWFlZA==
જમુઈની ઘટના કોઈ એકલદોકલ ઘટના નથી
લેખક નીરજ પાંડેએ જમુઈની ઘટનાનો ઉલ્લેખ કરતા કહ્યું, ‘જે યુવતીએ આ ખરાબ ઘટના સહન કરી, તેને જઇને પૂછો. યાદ રાખો કે જમુઈની ઘટના કોઈ એકલદોકલ ઘટના નથી. હું તો કહીશ કે કોઈપણ યુવતીને પૂછો. એવું જરૂરી નથી કે આપણી જન્મભૂમિ હંમેશા પરીકથા સમાન જગ્યા નથી હોતી. આ એવી પીડાનો સ્થળ પણ હોઈ શકે છે, જેનું ભારણ આપણે આખી જિંદગી વહન કરીએ છીએ. એક દિવસ જે કંઈ થયું છે તે બધું હું લખીશ.’
નીરજ પાંડે બોલીવુડના જાણીતા લેખક છે. તેમણે મિસિસ, રામપ્રસાદ કી તેરહવીં અને હેપ્પી પટેલ જેવી ફિલ્મો લખી છે.