કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે તાજેતરના પેપર લીક અને NEET-UG વિવાદો પર સરકારનું વલણ સ્પષ્ટ કરવા માટે ઉચ્ચ સ્તરીય મેરેથોન બેઠકો યોજી હતી.. આ મામલે સીજેપી દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે. આ મામલે પીએમ મોદીએ આજે એક મહત્વનો નિર્ણય લીધો. પીએમ મોદીએ નીટ પેપરલીક મામલે દોષિતોને કડક સજા આપવા પ્રતિબદ્ધ હોવાનું તથા આ કેસની સુનાવણી ફાસ્ટટ્રેક કોર્ટમાં કરવામાં આવશે તેમ જણાવ્યું. આ નિર્ણયની અમિતશાહે સરાહના કરી છે.  

પીએમનો નિર્ણય મહત્વપૂર્ણ- અમિત શાહ 

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ટ્વિટ કરતા જણાવ્યું કે યુવાનોનું કલ્યાણ અને તેમનું ઉજ્જવળ ભવિષ્ય મોદી સરકારની સર્વોચ્ચ પ્રાથમિકતા અને સંકલ્પ બંને છે. પેપર લીકના કેસોમાં સુનાવણી ઝડપી બનાવવા અને દોષિતો સામે કડક કાર્યવાહી કરવાનો નિર્ણય ફાસ્ટ-ટ્રેક કોર્ટની સ્થાપના દ્વારા લેવામાં આવ્યો છે, જે આ પ્રતિબદ્ધતાનું પ્રતિબિંબ છે. પેપર લીકના કારણે યુવાનોના ભવિષ્ય સાથે રમત રમનારાઓ સામે પીએમનું આ મહત્વપૂર્ણ પગલું એક સીમાચિહ્નરૂપ સાબિત થશે.