નેશનલ બોર્ડ ઓફ એક્ઝામિનેશન્સ ઇન મેડિકલ સાયન્સ (NBEMS) દ્વારા NEET PG 2026 પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે. પરીક્ષા આપવા જતાં પહેલાં ઉમેદવારોએ જરૂરી નિયમો અને માર્ગદર્શિકાનું પાલન કરવું અનિવાર્ય છે. આજે 30 ઓગસ્ટ, 2026 ના રોજ NEET PG પરીક્ષા લેવામાં આવશે. ઉમેદવારોએ NEET PG પરીક્ષાના દિવસની માર્ગદર્શિકાનું પાલન કરવું આવશ્યક છે. આ વર્ષે નીટ પીજી પરીક્ષામાં ગયા વર્ષ કરતાં 12.5% ઉમેદવારોનો વધારો થયો છે.
નીટ પીજી પરીક્ષાને લઈને મહત્વની માહિતી
નેશનલ બોર્ડ ઓફ એક્ઝામિનેશન્સ ઇન મેડિકલ સાયન્સ (NBEMS) દ્વારા યોજાનાર NEET PG 2026 પરીક્ષા ૩૦ ઓગસ્ટ, ૨૦૨૬ ના રોજ કમ્પ્યુટર-આધારિત કસોટી (CBT) પદ્ધતિથી લેવામાં આવશે. આ પરીક્ષાનો કુલ સમયગાળો ૩ કલાક અને ૩૦ મિનિટનો રહેશે, જે સવારે ૯:૦૦ વાગ્યાથી શરૂ થઈને બપોરે ૧૨:૩૦ વાગ્યા સુધી ચાલશે. પરીક્ષામાં કુલ ૭૨૦ ગુણના ૧૮૦ બહુવિધ પસંદગીના પ્રશ્નો (MCQ) પૂછવામાં આવશે અને ઉમેદવારોને દરેક વિભાગ માટે ૪૨ મિનિટનો સમય ફાળવવામાં આવશે. માર્કિંગ સિસ્ટમની વાત કરીએ તો, દરેક સાચા જવાબ માટે +૪ ગુણ મળશે, જ્યારે ખોટા જવાબ માટે -૧ ગુણનું નકારાત્મક માર્કિંગ (Negative Marking) રહેશે.
2.73 લાખથી વધુ ઉમેદવારો આપશે પરીક્ષા
દેશભરમાં નીટ પીજી પરીક્ષા લેવામાં આવી રહી છે. કુલ 2.73 લાખથી વધુ ઉમેદવારો પરીક્ષા આપશે. આખું વર્ષ તનતોડ મહેનત કરનાર વિદ્યાર્થીઓ માટે આજનો દિવસ મહત્વનો રહેશે. 2,73,083 ઉમેદવારોને એડમિટ કાર્ડ અપાયા છે. ગયા વર્ષ કરતાં 12.5%નો વધારો થયો છે. 338 શહેરોના 1,111 કેન્દ્રો પર પરીક્ષા માટે ચુસ્ત બંદોબસ્ત કરવામાં આવ્યો છે. નીટ પીજી પરીક્ષા એક જ શિફ્ટમાં લેવાશે.
ઉમેદવારો માટે ડ્રેસ કોડ (Dress Code)
સામાન્ય નિયમ: અડધી બાંયના (Half-sleeve), ઢીલા અને આરામદાયક કપડાં પહેરવા. આખી બાંયના કપડાં કે સંપૂર્ણ ઢંકાયેલા પગરખાં પહેરવા નહીં.
મહિલા ઉમેદવારો: કુર્તી, સૂટ, જીન્સ કે ટી-શર્ટ પહેરી શકાય. ઘરેણાં, ભારે ધાતુની વસ્તુઓ કે આભૂષણો પહેરવાની સખત મનાઈ છે.
પુરુષ ઉમેદવારો: સાદા જીન્સ, પેન્ટ, ટી-શર્ટ કે શર્ટ પહેરી શકાય. ઘડિયાળ, બેલ્ટ કે સાંકળી પહેરવી નહીં.
અમદાવાદમાં પરીક્ષાર્થીઓની તડામાર તૈયારી
અમદાવાદમાં સવારે 9 વાગ્યે મહત્વની એકઝામને લઈને પરિક્ષાર્થીઓની કેન્દ્ર પર ભારે ભીડ છે. પરિક્ષાર્થીઓની ભીડ વધતા 3 ગેટ ખોલ્યા જેથી તેમને મુશ્કેલી ના પડે. શહેરમાં એલ.જે.ઇન્સ્ટિટયૂટ ઓફ મેનેજમેન્ટમાં પરીક્ષા કેન્દ્ર. પરીક્ષા આપનાર વિદ્યાર્થીઓએ કહ્યું કે શાંતિથી પરીક્ષા પુરી થાય એ મહત્વનું છે. સૌથી વિદ્યાર્થીઓને પેપર લીક અને પેપર કેન્સલ ના થાય તેની ચિંતા છે. નીટ પીજી પરીક્ષા કેરિયર માટે ખૂબ મહત્વની પરીક્ષા છે. પેપર કેન્દ્ર પર સુરક્ષીત આવે અને પરિક્ષા પૂર્ણ થાય અને તેની રાહ જોઈ રહ્યા છે તેવું પરિક્ષાર્થીએ કહ્યું.