રામવીર સિંહ ગોલા પોતાની પત્ની રાજેશ ગોલાની સાથે કાઠમાંડુ સ્થિત પશુપતિનાથના મંદિરે દર્શન કરવા સાતમી સપ્ટેમ્બરે ગયા હતા. ભગવાન પશુપતિનાથના દર્શન બાદ દંપતિ કાઠમાંડૂ સ્થિત એક હોટલમાં રોકાયા હતા.
રાત્રિના 11.30 વાગ્યે પ્રદર્શનકારીઓએ લગાવી આગ
રામવીર સિંહ ગોલા (58) પોતાની પત્ની રાજેશ ગોલા (55) સાથે કાઠમંડુ સ્થિત પશુપતિનાથ મંદિરના દર્શન માટે સાત સપ્ટેમ્બરે ગયા હતા. ભગવાન પશુપતિનાથના દર્શન પછી દંપતી કાઠમંડુ સ્થિત હયાત રેસિડેન્સી હોટલની ચોથા માળે રહેવા રોકાયા હતા. રાત્રિના લગભગ સાડા અગિયાર વાગ્યે ઉપદ્રવકારીઓએ હોટેલમાં આગ લગાવી દીધી.લગાવેલી આ આગમાં યુપીની એક મહિલાનુ મોત નીપજ્યુ છે. મહત્વનુ છે કે નેપાળમાં થયેલા વિરોધ પ્રદર્શનને લઇને લોકો રસ્તા પર ઉતરી આવ્યા હતા જેના કારણે લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે.










