વારાણસીમાં આજથી કાશી વિશ્વનાથ ધામમાં પ્લાસ્ટિક વસ્તુઓ પર પ્રતિબંધ લાગૂ થયો છે. આ દરમિયાન બેન કરવામાં આવેલી કોઇ પણ વસ્તુઓ લઇને જતા પકડાવો છો તો નિયમોના ઉલ્લંઘન બદલ તમારે દંડ ભરવો પડી શકે છે. વારાણસીને પ્લાસ્ટિક મુક્ત રાખવા માટે આ અભિયાનને ઝડપથી આગળ વધી રહ્યો છે.

કઇ કઇ વસ્તુઓ પર રહેશે પાબંદી?
કાશી વિશ્વનાથ મંદિરે દર્શન કરવા જનારા શ્રદ્ધાળુઓએ કેટલીક વાતોનુ ધ્યાન રાખવુ પડશે. નવા નિયમ અનુસાર, કોઇ પણ પ્લાસ્ટિકનુ રેપર, કેરી બેગ, ફળ અને ફુલો અથવા પ્રસાદમાં ઉપયોગમાં લેવાતી પોલિથીનને મંદિરમાં નહીં લઇ જઇ શકે. આ સિવાય પ્લાસ્ટિકનો લોટો પણ નહીં લઇ જઇ શકાય. શ્રદ્ધાળુઓ કાગળથી બનેલી વસ્તુઓને લઇ જઇ શકશે.

ઉલ્લંઘન કરવા પર શું દંડ હશે?
આખા વારાણસીમાં પ્લાસ્ટિક ફ્રી અભિયાન ચલાવવામાં આવી રહ્યુ છે. જેના માટે દુકાનદારોને જાગૃત કરવામાં આવી રહ્યા છે. નગર નિગમના કેટલાંક દિવસ પહેલા જ ચેકિંગ અભિયાન ચલાવવામાં આવ્યુ હતુ, જેમાં એક જ દુકાનમાંથી 700 કિલોથી વધુ પોલિથીન મળી હતી. જેને કારણે દુકાનદારને રૂપિયા 50 હજારનો દંડ લગાવવામાં આવ્યો હતો. 
  • Follow us on: