ઉત્તર પ્રદેશમાં યોગી સરકાર 1 થી 30 સપ્ટેમ્બર સુધી 'નો હેલ્મેટ નો ફ્યુલ ' વિશેષ અભિયાન ચલાવવા જઇ રહ્યા છે. આ સમય દરમિયાન હેલ્મેટ વગરના વાહનોને પેટ્રોલ પમ્પ પર પેટ્રોલ નહીં મળે. સરકારે આ અભિયાનને એક જન કલ્યાણકારી અને કાનૂની પહેલ ગણાવીને, જનતાને સહકાર માટે અપીલ કરવામાં આવી છે.


અભિયાન જિલ્લાધિકારીના નેતૃત્વ અને જિલ્લા માર્ગ સુરક્ષા સમિતિ દ્વારા સંચાલિત થશે. પોલીસ અને જિલ્લા પ્રશાસન અને પરિવહન વિભાગ પ્રવર્તનની મુખ્ય જવાબદારી નિભાવીશુ. યોગી સરકારનું કહેવુ છે કે આ પહેલ નાગરિકોને દંડિત કરવા માટે નથી, તેના બદલે, આ તેમને કાયદા અનુસાર સલામત વર્તન અપનાવવા માટે પ્રેરિત કરવાના ઉદ્દેશ્યથી કરવામાં આવી રહ્યું છે.

સમગ્ર રાજ્યમાં આ અભિયાન લાગુ

મોટર વાહન અધિનિયમ, 1988ની ધારા 129 અનુસાર બે પૈડાં વાળા વાહન ચાલક અને પાછળ બેસનારાં માટે હેલ્મેટ પહેરવુ અનિવાર્ય છે. કલમ 194D હેઠળ ઉલ્લંઘન માટે સજાની જોગવાઈ છે. સુપ્રીમ કોર્ટની રોડ સેફ્ટી કમિટીએ રાજ્યોને હેલ્મેટ પાલન પર ભાર મૂકવાની સલાહ પણ આપી છે. સુપ્રીમ કોર્ટની રોડ સેફ્ટી કમિટીએ પણ રાજ્યોને હેલ્મેટ પાલન પર ભાર મૂકવાની સલાહ આપી છે. આ દિશામાં, યોગી સરકાર સમગ્ર રાજ્યમાં આ અભિયાન લાગુ કરી રહી છે.

આ ઝુંબેશનો ઉદ્દેશ્ય લોકોને હેલ્મેટ પહેરવાની આદત પાડવાનો

ટ્રાન્સપોર્ટ કમિશનરે કહ્યું કે આ પહેલ સંપૂર્ણપણે જાહેર હિતમાં છે. ભૂતકાળના અનુભવો દર્શાવે છે કે આવી ઝુંબેશ ડ્રાઇવરોને ઝડપથી હેલ્મેટ પહેરવાની આદત અપનાવવામાં મદદ કરે છે.આનાથી ઇંધણના વેચાણ પર કોઈ નકારાત્મક અસર પડશે નહીં. તેમણે ઓઇલ માર્કેટિંગ કંપનીઓ - IOCL, BPCL અને HPCL સહિત તમામ પેટ્રોલ પંપ ઓપરેટરો પાસેથી સહયોગની અપીલ કરી છે.

માર્ગ અકસ્માતોમાં મૃત્યુ અને ગંભીર ઇજાઓ ઘટાડવાનો ઉદ્દેશ્ય

ખાદ્ય તેમજ લોજેસ્ટિક વિભાગ પેટ્રોલ પંપ સ્તરે જરૂરી દેખરેખ અને સંકલન સુનિશ્ચિત કરશે.તો બીજી તરફ સૂચના તેમજ જનસંપર્ક વિભાગ અભિયાનના વ્યાપક પ્રચાર-પ્રસારમાં યોગદાન આપશે. સરકારનું કહેવુ છે કે નાગરિક, ઉદ્યોગ અને પ્રશાસન જો મળીને સહયોગ કરે તો માર્ગ અકસ્માતોમાં મોત અને ૃગંભીર ઇજાઓની સંખ્યા ઘટાડવાનો રાષ્ટ્રીય ધ્યેય પ્રાપ્ત કરી શકાય છે.


  • Follow us on: