અમેરિકી રાષ્ટ્રપતિ ટ્રમ્પે 50 ટકા ટેરિફ લાગુ થયા બાદ ભારતે એક મોટો નિર્ણય કર્યો છે. ભારતીય રિઝર્વ બેન્કે દરેક બેંકોને નિર્દેશ જાહેર કર્યો છે કે તેઓ BRICS દેશો સાથે આયાત-નિકાસની લેવડ દેવડ માટે પૂરી રીતે ભારતીય કરન્સી રૂપિયામાં કરવાની અનુમતિ વેપારીઓને આપે. એટલા માટે Vostro એકાઉન્ટનો ઉપયોગ થશે અને હવે બેંકોને પહેલાથી મંજૂરી લેવાની પણ જરૂરત નહીં પડે.
ભારત સરકારે આ નિર્ણય કેમ કર્યો?
આપને જણાવી દઇએ કે ભારત સરકારનું આ પગલું આંતરરાષ્ટ્રીય ભૂમિકાને મજબૂત કરવાની અને ડોલર પર નિર્ભરતા ઘટાડવાની દિશામાં મહત્વનુ પગલું માનવામાં આવે છે. ખાસકરીને એ સમય પર જ્યારે અમેરિકાએ ભારતીય નિકાસ પર 50 ટકા ટેરિફ લગાવી છે.ભારતીય વેપારી લગભગ 80 ટકા વિદેશી વેપાર અમેરિકી કરન્સી ડોલરમાં કરે છે. પરંતુ 10થી 15 ટકા લેવડ દેવડ રૂપિયામાં શિફ્ટ થવાથી ડોલર પર આશરે 100 અરબ ડોલર વાર્ષિક નિર્ભરતા ઓછી થઇ જશે.
BRICS શું છે અને તેના સભ્યો કેટલા દેશો છે?
બ્રિક્સ એક ઇન્ટર-ગવર્નમેંટલ ઓર્ગેનાઇઝેશન છે. જેના 10 મેમ્બર ભારત, ચીન, રશિયા, બ્રાઝિલ, દક્ષિણ આફ્રિકા, મિસ્ત્ર, ઇથિપોયિયા, ઇરાન, ઇન્ડોનેશિયા અને સંયુક્ત અરબ અમીરાત છે. પહેલાં બ્રિક્સમાં માત્ર 5 દેશ બ્રાઝીલ, રશિયા, ભારત, ચીન અને દક્ષિણ આફ્રિકા હતા. પરંતુ 1 જાન્યુઆરી 2024 બાદ 5 અન્ય દેશો તેમના મેમ્બર બન્યા. બ્રિક્સની કોઇ હેડ ઓફિસ નથી. કારણ કે ચીને શંઘાઇમાં બ્રિક્સના વિત્તીય સંસ્થાન બ્રિક્સ ન્યુ ડેવલોપમેન્ટ બેન્કની હેડ ઓફિસ છે. એક બાદ એક સદસ્ય દેશ દર વર્ષે શિખર સંમેલનનુ આયોજન કરે છે.










