દિલ્હી બોમ્બ વિસ્ફોટોમાં હવે ત્રીજી કાર સંડોવાયેલી હોવાનું જાણવા મળ્યું છે. સુરક્ષા દળોએ આ કારની તપાસ શરૂ કરી છે. ન્યુઝ24ના અહેવાલ મુજબ સૂત્રો સૂચવે છે કે પોલીસ બ્રેઝા કાર શોધી રહી છે. I20 અને ઇકો સ્પોર્ટ્સ કાર ઉપરાંત, એક બ્રેઝા કાર ની તપાસ શરુ કરવામાં આવી છે. પોલીસે ફરીદાબાદમાં દરોડા પાડ્યા છે.


 આતંકવાદી ઉમર પણ લાલ ઇકો સ્પોર્ટ્સ કારમાં હતો

દિલ્હીમાં લાલ કિલ્લા પાસે એક I20 કારમાં એક મોટો વિસ્ફોટ થયો હતો, જેમાં અત્યાર સુધીમાં 13 લોકો માર્યા ગયા હતા. બાદમાં, એવું બહાર આવ્યું હતું કે આતંકવાદી ઉમર પણ લાલ ઇકો સ્પોર્ટ્સ કારમાં હતો.

 ખંડવાલીમાં લાલ કાર મળી

 પોલીસે ફરીદાબાદ સહિત સમગ્ર NCRમાં શોધખોળ શરૂ કરી હતી. 12 નવેમ્બરની સાંજે, પોલીસે ફરીદાબાદના ખંડવાલીમાં લાલ કાર શોધી કાઢી હતી. પોલીસ અને તપાસ એજન્સીઓ છેલ્લા 12 કલાકથી કાર શોધી રહી હતી. પોલીસે આ મામલે ફહિમ નામના શખ્સની અટકાયત કરી હતી

બ્રેઝાનો ઉપયોગ કરી રહ્યા હતા

દરમિયાન, સુરક્ષા એજન્સીઓને ત્રીજી કારની માહિતી મળી છે. એવું જાણવા મળ્યું હતું કે આતંકવાદી ડૉ. ઉમર અને ડૉ. મુઝમ્મિલ બીજી કાર, બ્રેઝાનો ઉપયોગ કરી રહ્યા હતા. એજન્સી હવે બ્રેઝા કાર શોધી રહી છે.


  • Follow us on: