જમ્મુ-કશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાએ પશ્ચિમ એશિયા સંઘર્ષ પર પોતાના વિચારો વ્યક્ત કર્યા છે. તેમણે કહ્યું કે તેઓ ઈચ્છે છે કે યુદ્ધ ઝડપી સમાપ્ત થાય. મુખ્યમંત્રી ઉમર અબ્દુલ્લાએ કહ્યું કે આ સંઘર્ષને શાંતિપૂર્ણ રીતે સમાપ્ત કરવામાં ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મહત્વપૂર્ણ ભૂમિકા રહેશે, કારણ કે તેમના દરેક દેશ સાથે સારા સંબંધો છે.
https://twitter.com/AHindinews/status/2038583028591776158
તો તાત્કાલિક સીઝફાયરની જાહેરાત થઈ શકે
ઓમર અબ્દુલ્લાએ જણાવ્યું કે વિશ્વના અનેક દેશોમાં ભારતની પ્રતિષ્ઠા અને દ્વિપક્ષીય સંબંધોને ધ્યાનમાં રાખીને વડાપ્રધાન મોદી શાંતિ સ્થાપનમાં સક્રિય અને અસરકારક ભૂમિકા નિભાવવા સક્ષમ છે. તેમણે વધુમાં જણાવ્યું કે જો યોગ્ય રીતે પ્રયાસ કરવામાં આવે તો તાત્કાલિક સીઝફાયર જાહેરાત થઈ શકે છે અને યુદ્ધ સમાપ્ત થઈ શકે છે.
શાંતિ સ્થાપિત કરવામાં મદદ કરવી જોઈએ
ઓમર અબ્દુલ્લાએ આ પ્રસંગે વિશ્વ સમુદાય પર પણ ભાર મૂક્યો કે સંઘર્ષગ્રસ્ત પ્રદેશોમાં માનવીય સ્થિતિને ધ્યાનમાં લઈને તે વિસ્તારોમાં તરત જ શાંતિ સ્થાપિત કરવામાં મદદ કરવી જોઈએ. તેમણે કહ્યું કે હિંસા અને યુદ્ધના કારણે અનેક લોકોને પોતાના ઘરો છોડવા પડે છે અને બાળકો, મહિલાઓ અને વૃદ્ધો સૌથી વધુ પ્રભાવિત થાય છે.
તેમણે આત્મીયતાપૂર્વક ભારતના વડાપ્રધાનને આ મુશ્કેલ સ્થિતિમાં કાર્યક્ષમ રોલ નિભાવવા માટે પ્રોત્સાહિત કર્યો. ઉલ્લેખનીય છે કે ઓમર અબ્દુલ્લા હંમેશા આંતરરાષ્ટ્રીય મુદ્દાઓ પર ભારતની ભુમિકા અને શાંતિ સ્થાપનના પ્રયાસોમાં સકારાત્મક અભિગમ માટે જાણીતા રહ્યા છે. આ નિવેદન પશ્ચિમ એશિયામાં શાંતિ માટે આશાવાદ પ્રગટાવે છે.
આ પણ વાંચો : Petrol-Dieselનું ટેન્શન થશે ખત્મ! દેશમાં 21 નવી જગ્યાઓ પર ઓઈલ-ગેસ શોધશે સરકાર