જમ્મુ કશ્મીરના લિડવાસ વિસ્તારમાં સેના અને સુરક્ષાબળોએ લાંબા સમયથી ઓપરેશન મહાદેવ ચલાવ્યુ હતુ. એની વચ્ચે 28 જુલાઇ 2025 એ ઓપરેશન મહાદેવ અંતર્ગત મોટી કાર્યવાહીમાં ત્રણ આતંકીઓને ઠાર કરવામાં આવ્યા છે.શ્રીનગરમાં ઓપરેશન સિંદૂર હેઠળ સેનાને મોટી સફળતા મળી છે. સેનાએ લશ્કર કમાન્ડનો આતંકી મૂસા સુલેમાની સહિત 3 આતંકી ઠાર માર્યા છે.

માઉન્ટ મહાદેવ કેટલો ઉંચો?
માનવામાં આવી રહ્યુ છે કે આ એ આતંકી હોઇ શકે છે જેમણે 22 એપ્રિલે પહેલગામમાં થયેલા હુમલામાં સામેલ હતા. જમ્મુ કશ્મીરમાં ચાલી રહેલા ઓપરેશન મહાદેવ દરમિયાન માઉન્ટ મહાદેવ ઘણો ચર્ચામાં આવી ગયો છે. લોકો ા માઉન્ટેન અનેક વખત સર પણ કરી ચૂક્યા છે. આ સિવાય લોકો ત્યાં આસપાસ ફરવા પણ જાય છે. આવો જાણીએ આ માઉન્ટ મહાદેવ કેટલું ઉંચુ અને ક્યાં આવેલું છે.

શ્રીનગરનો સૌથી ઉચો પર્વત
માઉન્ટ મહાદેવની ઉંચાઇ લગભગ 13,011 ફૂટ છે.માઉન્ટ મહાદેવ દાચીગામ નેશનલ પાર્ક સ્થિત છે અને અહિંયાથી શ્રીનગરના અનેક વિસ્તારો એકદમ સાફ જોવા મળે છે. માઉન્ટ મહાદેવ એક પર્વતહરોળ જેવો છે અને શ્રીનગરનો સૌથી ઉંચુ સ્થાન પણ માનવામાં આવે છે. માઉન્ટ મહાદેવની પાસે અનેક એવી સુંદર જોવા લાયક સ્થળો છે.

  • Follow us on: