'ઓપરેશન સિંદૂર' દરમિયાન ભારતે પાકિસ્તાનની સાથે સાથે ચીન જોડે પણ પરોક્ષ રીતે યુદ્ધ કર્યુ છે. આ અભિયાનમાં વાયુસેનાની ભૂમિકા કેટલી મહત્ત્વની હતી તે અંગે લેફ્ટિનેન્ટ જનરલ રાહુલ આર સિંહે પ્રકાશ પાડ્યો હતો. અને આગામી સમયમાં વધુ સારી અને યોગ્ય તૈયારીઓ કઇ રીતે કરી શકાય તે મામલે પણ જોર આપ્યો હતો. લેફ્ટિનેન્ટ જનરલ રાહુલ આર સિંહે વધુમાં જણાવ્યુ હતુ કે, ચીન પર પાકિસ્તાનની નિર્ભરતા અને ચીન દ્વારા પાકિસ્તાનને સેનાની માહિતી આપવી એ ચિંતાજનક બાબત છે.


'ભવિષ્યમાં વઘુ સતર્ક રહેવાની જરુર'

'ઓપરેશન સિંદૂર' દરમિયાન ભારતે પાકિસ્તાનની સાથે ચીન જોડે પણ સંઘર્ષ કર્યો હતો. આ મામલે લેફ્ટિનેન્ટ જનરલ રાહુલ આર સિંહનું મહત્ત્વનું નિવેદન સામે આવ્યુ છે. તેઓએ જણાવ્યુ હતુ કે, સંપૂર્ણ અભિયાનમાં વાયુસેના અને તેનું ઓપરેશન મહત્ત્વપૂર્ણ હતુ. પરંતુ આ વખતે તેમના પર જોઇએ એવું ધ્યાન આપવામાં નથી આવ્યુ. ભવિષ્યમાં તેઓએ વઘુ સતર્ક રહેવાની જરુર છે. તેઓઓ કહ્યુ હતુ કે, યુદ્ધ સમયે તેમની સામે એક સરહદ હતી. અને બે દુશ્મન હતા. પાકિસ્તાન પ્રત્યક્ષ રીતે લડી રહ્યુ હતુ. તો ચીન પરોક્ષ રીતે દુશ્મન દેશને સહાયતા કરી રહ્યુ હતુ.

'પાકિસ્તાન પાસે 81 ટકા સેના ચીનની'

ફિક્કી તરફથી આયોજિત 'ન્યૂ એજ મિલિટ્રી ટેક્નોલોજી' કાર્યક્રમમાં સંબોધન કરતા સમયે લેફ્ટિનેન્ટ જનરલ રાહુલ આર સિંહે કહ્યુ હતુ કે, પાકિસ્તાન પાસે 81 ટકા સેના ચીનની છે. ચીનના હથિયાર અન્ય હથિયારો સામે વિરોધ કરવા સક્ષમ છે. તેથી 'ઓપરેશન સિંદૂર' તેના માટે લાઇવ લેબની જેમ કામ કરે છે. તુર્કિએ પણ આ પ્રકારની સહાયતા પહોંચાડવામાં મહત્ત્વની ભૂમિકા નિભાવી છે. જ્યારે ડીજીએમઓ સ્તરની વાર્તા ચાલી રહી છે. તો પાકિસ્તાનને ચીન તરફથી ભારતના લાઇવ અપડેટ મળી રહ્યા હતા. ભારતને મજબૂત એર ડિફેન્સની જરુર છે. તેમ પણ લેફ્ટિનેન્ટ જનરલ રાહુલ આર સિંહે કહ્યુ હતુ. પાકિસ્તાને યુદ્ધ વિરામ અંગે માગ કરી હતી. કારણ કે, તેમને ખબર હતી કે, જો ભારતે પોતાનું આગામી શસ્ત્ર ઉપાડ્યુ તો તેમની સ્થિતિ વધુ ખરાબ થશે. તેથી પાડોશી દેશે અગાઉ જ યુદ્ધ વિરામ અંગે માગ કરી હતી.


  • Follow us on: