હિમાચલ પ્રદેશમાં છેલ્લા કેટલાક દિવસોથી હવામાનમાં મોટો ફેરફાર જોવા મળી રહ્યો છે. રાજ્યના પ્રખ્યાત પ્રવાસન સ્થળો શિમલા અને મનાલીમાં આ વર્ષની પહેલી હિમવર્ષા થઈ છે, જે હજી પણ કેટલાક વિસ્તારોમાં ચાલુ છે. બરફવર્ષા સાથે જોરદાર પવન અને વાવાઝોડાંને કારણે ઠંડીમાં ભારે વધારો થયો છે.


પવન સાથે વરસાદના કારણે વીજ પુરવઠો ખોરવાઇ

કાંગડા અને ચંબા જિલ્લાઓમાં સતત વરસાદ પડી રહ્યો છે. ભારે વરસાદ અને પવનના કારણે અનેક વિસ્તારોમાં વીજ પુરવઠો ખોરવાઈ ગયો છે, જેના કારણે સ્થાનિક લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. શિમલામાં ગઈકાલે મોડી રાતથી જોરદાર પવન ફૂંકાઈ રહ્યો હતો, જ્યારે ચંબામાં સતત વરસાદ ચાલુ રહ્યો. ગુરુવારે સવારે બાર્થી, હમીરપુર, બિલાસપુર, ઉના, મંડી અને કાંગડા સહિતના વિસ્તારોમાં ઠંડીનું મોજું ફરી વળ્યું. રાજ્યના કુલ 20 મુખ્ય સ્થળોએ લઘુત્તમ તાપમાન પાંચ ડિગ્રી સેલ્સિયસથી નીચે નોંધાયું છે, જે શિયાળાની તીવ્રતા દર્શાવે છે.

 કુલ્લુ જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ

હવામાન વિભાગે 23 જાન્યુઆરી માટે લાહૌલ-સ્પિતિ, ચંબા અને કુલ્લુ જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. આ દરમિયાન 40 થી 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન સાથે ભારે વાવાઝોડા અને હિમવર્ષાની આગાહી કરવામાં આવી છે. સાથે જ મંડી, કાંગડા, હમીરપુર, બિલાસપુર અને સોલન જિલ્લામાં કરા અને વરસાદ માટે યલો એલર્ટ પણ જારી કરવામાં આવ્યું છે. 23 જાન્યુઆરીએ શિમલા, મનાલી, કુફરી, નારકંડા અને સોલાંગ ખીણમાં પણ હિમવર્ષાની શક્યતા છે. ગુરુવારે દિવસ દરમિયાન રાજ્યમાં તડકો રહ્યો હતો, પરંતુ સાંજ પડતાં જ ઘણા વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ છવાઈ ગયું હતું.


તાપમાનમાં સરેરાશ ત્રણ ડિગ્રી

રાજ્યભરમાં દિવસના તાપમાનમાં સરેરાશ ત્રણ ડિગ્રી સેલ્સિયસનો વધારો નોંધાયો છે. મહત્તમ તાપમાન સામાન્ય કરતાં સાત ડિગ્રી સેલ્સિયસ વધુ રહ્યું. સૌથી વધુ મહત્તમ તાપમાન નેરીમાં 25.4 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું છે. પ્રવાસન સ્થળ મનાલી અને લાહૌલ-સ્પિતિમાં ગુરુવારે આખો દિવસ તડકો રહ્યો, પરંતુ રાત્રે 8 વાગ્યે હવામાન બદલાઈ ગયું. મોડી રાત્રે પહાડી શિખરો પર બરફવર્ષા શરૂ થઈ. શિંકુલા વિસ્તારમાં પ્રવાસીઓએ બરફનો આનંદ માણ્યો. પ્રવાસન વ્યવસાયીઓના જણાવ્યા અનુસાર ગુરુવારે 300થી વધુ ફોર-બાય-ફોર વાહનો દારચા થઈને શિંકુલા તરફ ગયા હતા, જ્યાં પ્રવાસીઓએ બરફમાં મસ્તી કરી.


હવામાન વિભાગની આગાહી

હવામાન વિભાગે આગામી 26 અને 27 જાન્યુઆરીએ પણ ભારે હિમવર્ષા અને વરસાદની શક્યતા વ્યક્ત કરી છે, જ્યારે 24 જાન્યુઆરીએ હળવો વરસાદ અને બરફ પડવાની સંભાવના છે.

આ પણ વાંચો : BMC મેયર: મુંબઈને મહિલા મેયર મળશે, કલ્યાણ-ડોંબિવલીમાં ભાજપનો દાવો નબળો પડ્યો


  • Follow us on: