દિલ્હીની મુલાકાતે આવેલા પાકિસ્તાનના ક્લાયમેટ ચેન્જ (આબોહવા પરિવર્તન) મંત્રી મુસાદિક મસૂદ મલિક આતંકવાદ અને સિંધુ જળ સંધિ (Indus Waters Treaty - IWT) જેવા ગંભીર મુદ્દાઓ વિશે પૂછવામાં આવતા મૌન રહ્યા હતા. સિંધુ જળ સંધિ અંગેના પ્રશ્નોને ટાળતા તેમણે કહ્યું કે, ભારત સાથે આ વિષય પર ચર્ચા કરવા માટે તેમને આમંત્રણ આપવામાં આવ્યું નથી. મલિકે કહ્યું, "જ્યારે તમે મને સિંધુ જળ સંધિ પર ચર્ચા કરવા માટે આમંત્રિત કરશો, ત્યારે અમે ચોક્કસપણે તેના વિશે વાત કરીશું."


"જ્યારે તમે મને સિંધુ જળ સંધિ પર ચર્ચા કરવા માટે આમંત્રિત કરશો..."

પાકિસ્તાની મંત્રી મુસાદિક મસૂદ મલિક નવી દિલ્હીમાં આયોજિત SCO 'સિવિલાઇઝેશનલ ડાયલોગ ફોરમ' (સભ્યતા સંવાદ મંચ)માં પાકિસ્તાની પ્રતિનિધિમંડળનું નેતૃત્વ કરી રહ્યા હતા. આ કાર્યક્રમ દરમિયાન, તેમણે સિંધુ જળ સંધિ અંગેના તેમના અગાઉના નિવેદનો વિશે પત્રકારો દ્વારા પૂછવામાં આવેલા પ્રશ્નોને ટાળી દીધા હતા. તેમણે ટિપ્પણી કરી "જ્યારે તમે મને સિંધુ જળ સંધિ પર ચર્ચા કરવા માટે આમંત્રિત કરશો, ત્યારે અમે ચોક્કસપણે તેના વિશે વાત કરીશું. હાલમાં, મને તે વિષય પર ચર્ચા કરવા માટે આમંત્રણ મળ્યું નથી."


"હાથ કાપી નાખવાની" ધમકી આપી હતી...

જૂન મહિનામાં, મલિકે 1960ની સિંધુ જળ સંધિને સ્થગિત કરવાના ભારતના નિર્ણયની ટીકા કરી હતી. તે સમયે તેમણે ચેતવણી આપી હતી કે, જો કોઈ પાકિસ્તાનના પાણીના હિસ્સા પર કબજો કરવાનો પ્રયાસ કરશે, તો તેના "હાથ કાપી નાખવામાં આવશે." ભારત અને પાકિસ્તાન વચ્ચેના દ્વિપક્ષીય સંબંધો વિશે પૂછવામાં આવતા મલિકે જણાવ્યું કે તેમને ભારત સાથે કોઈ પણ પ્રકારની દ્વિપક્ષીય વાતચીત માટે આમંત્રણ આપવામાં આવ્યું નથી. તેમણે કહ્યું, "મને એક પણ વાર દ્વિપક્ષીય ચર્ચાઓ માટે આમંત્રણ આપવામાં આવ્યું નથી. જ્યારે આ દિશામાં કોઈ ઔપચારિક પગલું લેવામાં આવશે. ત્યારે હું તે અંગેના પ્રશ્નોના જવાબ આપીશ. કોઈ સુસ્થાપિત માળખા વિના આપણે દ્વિપક્ષીય મુદ્દાઓ પર કેવી રીતે ચર્ચા કરી શકીએ?"


સિંધુ જળ સંધિ વિવાદ શું છે? 

મલિકે જણાવ્યું કે જો ભારત ચોક્કસ મુદ્દાઓ પર ચર્ચા કરવા માટે આમંત્રણ આપે, તો તેઓ આવી વાતચીત કરવા માટે તૈયાર છે. તેમના મતે, "જ્યારે તમે ચોક્કસ મુદ્દાઓ પર ચર્ચા કરવા માટે બોલાવશો, ત્યારે હું ત્યાં હાજર રહીશ. પરંતુ તમારે પહેલા આમંત્રણ આપવું પડશે. જો તમે દ્વિપક્ષીય વાતચીત કરવાની ઈચ્છા દર્શાવશો, તો હું ચોક્કસપણે તેમાં ભાગ લઈશ." જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા જેમાં 26 લોકોના મોત થયા હતા. ભારતે સિંધુ જળ સંધિને તાત્કાલિક અસરથી સ્થગિત કરી દીધી હતી. ભારતનું વલણ છે કે જ્યાં સુધી પાકિસ્તાન સીમાપારના આતંકવાદને સમર્થન આપવાનું વિશ્વસનીય રીતે અને કાયમી ધોરણે બંધ નહીં કરે, ત્યાં સુધી આ સંધિ સ્થગિત રહેશે. શુક્રવારે અગાઉ, જ્યારે પાકિસ્તાન દ્વારા આતંકવાદ વિરુદ્ધ લેવાયેલાં પગલાં વિશે પૂછવામાં આવ્યું, ત્યારે મલિકે આ પ્રશ્નનો સીધો જવાબ આપવાનું ટાળ્યું હતું. તેમણે જણાવ્યું કે તેઓ એક બહુપક્ષીય મંચ (multilateral forum) માટે નવી દિલ્હી આવ્યા છે અને આવા મહત્વપૂર્ણ મુદ્દાઓ પર દ્વિપક્ષીય સ્તરે ચર્ચા કરવા ઈચ્છતા નથી. તેમણે કહ્યું, "હું અહીં એક બહુપક્ષીય મંચમાં ભાગ લેવા આવ્યો છું અને આશા રાખું છું કે આ કાર્યક્રમ સફળ રહે. આ મુદ્દાઓ ખૂબ વ્યાપક છે; ઉદાહરણ તરીકે, આપણા પડોશમાં ઈરાનને લગતા પ્રશ્નો, મધ્ય એશિયામાં વિવિધ પડકારો અને અફઘાનિસ્તાન સાથે સંબંધિત અનેક મુદ્દાઓ છે."


મલિકની આ મુલાકાત મહત્વપૂર્ણ માનવામાં આવે છે, કારણ કે 2023માં ગોવામાં યોજાયેલી SCO (શાંઘાઈ સહકાર સંગઠન)ના વિદેશ મંત્રીઓની બેઠક બાદ, કોઈ પાકિસ્તાની મંત્રીની ભારતની આ પ્રથમ મુલાકાત છે.

આ પણ વાંચો: 'Rahul Gandhi હતાશ બિલાડી જેવું વર્તન કરે છે', કંગના રનૌતે કોંગ્રેસ પર કર્યા પ્રહાર