ઓપરેશન સિંદૂર સમયે દિલ્હી તરફ આગળ વધી રહેલી તે પાકિસ્તાની મિસાઇલને કદાચ એવો અંદાજ નહોતો કે તે હિન્દુસ્તાનની સરહદ સાથે નહીં, પરંતુ મક્કમ મનોબળની દીવાલ સાથે ટકરાવા જઈ રહી છે. હરિયાણાના આકાશમાં જ તેને ધૂળમાં મેળવીને ઇન્ડિયન એરફોર્સે સાબિત કરી દીધું હતું કે ભારત પર આંખ ઉઠાવનારાઓનું શું અંજામ આવે છે. ઓપરેશન સિંદૂરની આ કહાની માત્ર એક સૈન્ય સફળતા નથી, પરંતુ દુશ્મન માટે સખત સંદેશ છે કે જો કોઈ આપણા ઘર તરફ આગળ વધશે, તો તેનું નામ અને નિશાન બંને બાકી નહીં રહે.


પાકિસ્તાની બેલેસ્ટિક મિસાઇલનો હવામાં જ ખાતમો

ઇન્ડિયન એરફોર્સે મે 2025માં પાકિસ્તાન તરફથી છોડવામાં આવેલી ફતેહ અથવા શાહીન સીરીઝની બેલેસ્ટિક મિસાઇલને દિલ્હી પહોંચતા પહેલા જ હરિયાણા ઉપર સફળતાપૂર્વક નષ્ટ કરી દીધી હતી. આ કાર્યવાહી પશ્ચિમી સરહદ પાસે વ્યૂહાત્મક રીતે મહત્વપૂર્ણ એવા સિરસા એરબેઝ પર તૈનાત વાયુસેનાની યુનિટે પાર પાડી હતી.

બરાક-8 મિસાઇલ સિસ્ટમનો કરાયો ઉપયોગ

એર કોમોડોર રોહિત કપિલના નેતૃત્વમાં એર ડિફેન્સ ગ્રિડે તત્કાળ જવાબ આપતા બરાક-8 (Barak-8) સપાટીથી હવામાં પ્રહાર કરનારી મિસાઇલ સિસ્ટમનો ઉપયોગ કર્યો હતો. સિરસાથી મળી આવેલા કાટમાળ દ્વારા તે સમયે આ મોટા જોખમનો સંકેત મળ્યો હતો. આ સફળ ઓપરેશન ભારતની સૈન્ય તત્પરતા અને આધુનિક વાયુ સંરક્ષણ પ્રણાલીની મજબૂતી દર્શાવે છે, જેણે યુદ્ધ દરમિયાન એક મોટું જોખમ ટાળી દીધું હતું.

એર કોમોડોર રોહિત કપિલને યુદ્ધ સેવા મેડલ એનાયત

આ નિર્ણાયક ઓપરેશનનું નેતૃત્વ 45 વિંગના એર ઓફિસર કમાન્ડિંગ, એર કોમોડોર રોહિત કપિલ દ્વારા કરવામાં આવ્યું હતું. તેમના સચોટ નિર્ણયો અને તાત્કાલિક જવાબી કાર્યવાહીના કારણે જ દિલ્હી પર થનારો હુમલો નિષ્ફળ રહ્યો હતો. તેમની આ બહાદુરી અને સંરક્ષણાત્મક તેમજ આક્રમક આયોજન માટે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ તેમને વર્ષ 2025માં યુદ્ધ સેવા મેડલથી સન્માનિત કર્યા હતા.

'સુદર્શન પ્રોગ્રામ' હેઠળ સુરક્ષા કવચ વધુ મજબૂત

સિરસાની આ ઘટના ભારતના વિકસતા એર ડિફેન્સ આર્કિટેક્ચરનું એક ઉદાહરણ બની ગઈ છે. વર્તમાન સમયમાં સુદર્શન પ્રોગ્રામ હેઠળ દેશભરમાં એક મલ્ટી-લેવલ સુરક્ષા ઘેરો તૈયાર કરવામાં આવી રહ્યો છે. જેમાં એસ-400 (S-400), બરાક-8 અને સ્વદેશી ઇન્ટરસેપ્ટર સિસ્ટમને ઇન્ટિગ્રેટેડ કરવામાં આવી રહી છે. સિરસા ઇન્ટરસેપ્ટ આધુનિક યુદ્ધમાં સતર્કતા અને પરસ્પર સંકલન (કોઓર્ડિનેશન) ના મહત્વની યાદ અપાવે છે.

આ પણ વાંચો-Box Officeના અસલી સુલતાન નિકળ્યા અક્ષય કુમાર! 4 બેક-ટુ-બેક હિટ્સ આપીને બનાવી દીધો આ મહા-રેકોર્ડ

  • Follow us on: