ભારતે પાકિસ્તાનની એક્ટરોના સોશિયલ મીડિયા એકાઉન્ટને બ્લોક કરી દીધા છે. એક દિવસ પહેલા તેના પર પ્રતિબંધ હટાવવામાં આવ્યો હતો. પૂર્વ ક્રિકેટર શાહિદ અફરીદી સિવાય હાનિયા આમિર, માહિરા ખાન અને ફવાદ ખાન જેવા પાકિસ્તાની એક્ટરોના ઈન્સ્ટાગ્રામ અને X પ્રોફાઈલ આજે ફરી ભારતે તેના પર પ્રતિબંધ લગાવ્યો હતો.હવે તેઓની પોસ્ટ દેખાતી નથી.


એક દિવસ પહેલા પાકિસ્તાની એક્ટરોના સોશિયલ મીડિયા એકાઉન્ટ પરથી બેન હટાવી દીધો હતો પરંતપ આજે સવારે હાનિયા આમિર, માહિરા ખાન, શાહિદ અફરીદી, માવરા હોકેન અને ફવાદ ખાન જેવા પાકિસ્તાની એક્ટરોના સોશિયલ મીડિયા એકાઉન્ટ ભારતીય યુઝર્સ માટે ફરી બંધ કરી દેવામાં આયા છે.

ગઈકાલે અચાનક પોસ્ટ દેખાવા લાગી

ગઈકાલે બુધવારે થોડા સમય માટે, ભારતમાં સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ઘણા પાકિસ્તાની યુટ્યુબ ચેનલો અને ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ્સ ફરીથી દેખાવા લાગ્યા. શાહિદ આફ્રિદી, ફવાદ ખાન, સબા કમર, માવરા હોકેન, અહદ રઝા મીર, યુમના ઝૈદી અને દાનિશ તૈમૂર સહિત અનેક પાકિસ્તાની સેલિબ્રિટીઓના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ્સ ભારતીય યુઝર્સ માટે ખોલવામાં આવ્યા હતા. હમ ટીવી, એઆરવાય ડિજિટલ અને હર પાલ જીઓ જેવા પાકિસ્તાની યુટ્યુબ ચેનલો પણ ભારતમાં ખુલવા લાગ્યા.

પાકિસ્તાની ચેનલો અને એકાઉન્ટ્સના દેખાવથી એવી અટકળો શરૂ થઈ કે સોશિયલ મીડિયા પર લાંબા સમયથી લગાવવામાં આવેલ પ્રતિબંધ શાંતિથી પાછો ખેંચી લેવામાં આવ્યો છે.

સરકારે પ્રતિબંધ અંગે કોઈ નિવેદન આપ્યું નથી

જોકે, આજે સવારે જ્યારે યુઝર્સે ઇન્સ્ટાગ્રામ પર પાકિસ્તાની સેલિબ્રિટીઝની પ્રોફાઇલ સર્ચ કરી, ત્યારે તેમને પોપ-અપ દ્વારા મેસેજ મળવા લાગ્યો કે આ એકાઉન્ટ ભારતમાં ઉપલબ્ધ નથી. આનું કારણ એ છે કે અમે તેને બ્લોક કરવાની કાનૂની વિનંતીનું પાલન કર્યું છે.

સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ પર ફરીથી પ્રતિબંધ મૂકવા અંગે સરકાર દ્વારા કોઈ સત્તાવાર નિવેદન જાહેર કરવામાં આવ્યું નથી. અગાઉ માહિતી અને પ્રસારણ મંત્રાલયે પ્રતિબંધ હોવા છતાં ભારતમાં પાકિસ્તાની ચેનલો અને સેલિબ્રિટી એકાઉન્ટ્સના ફરીથી દેખાવા અને પછી અચાનક ગાયબ થવા અંગે હજુ સુધી કોઈ પ્રતિક્રિયા આપી નથી.

એપ્રિલમાં પહલગામ આતંકવાદી હુમલા પછી, ભારત અને પાકિસ્તાન વચ્ચેના સંબંધો બગડ્યા. વધતા તણાવ વચ્ચે ભારતે મે મહિનાના પહેલા અઠવાડિયામાં ઓપરેશન સિંદૂર શરૂ કર્યું, જેની ઘણા પાકિસ્તાની સેલિબ્રિટીઓ દ્વારા જાહેરમાં ટીકા કરવામાં આવી હતી અને તેઓ ભારત વિરુદ્ધ ઝેર ઓકતા હતા. આ પછી, ભારત સરકારે તેમની સામે કાર્યવાહી કરી અને તેમના સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ બ્લોક કરી દીધા.


  • Follow us on: