પૂર્વ કેન્દ્રિય મંત્રી અનુરાગ ઠાકુરે આજે લોકસભામાં ઇ સિગારેટનો મુદ્દો ઉઠાવ્યો હતો. અનુરાગ ઠાકુરે તૃણમૂલ કોંગ્રેસ સાંસદ પર ગંભીર આરોપ લગાવ્યા.સ્પીકર ઓમ બિરલાને આ મામલે ગંભીરતાથી લેવા અને તપાસ કરાવવાની માગ કરી છે. આ બાબતે સ્પીકરે પણ તેમને આશ્વસ્ત કર્યા છે અને કહ્યુ કે કોઇ પણ પ્રકારના નિયમોનુ ઉલ્લંઘન સાંખી લેવામાં નહી આવે. નિયમ અનુસાર તપાસ હાથ ધરવામાં આવશે.
શું ટીએમસી સાંસદે ઇ સિગારેટ પીધી?
હિમાચલ પ્રદેશના લોકસભા સાંસદ અને ભૂતપૂર્વ કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે પ્રશ્નકાળ દરમિયાન કહ્યું, 'દેશભરમાં ઈ-સિગારેટ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે,પરંતુ સંસદમાં તૃણમૂલ કોંગ્રેસ સાંસદ ઇ સિગારેટ પી રહ્યા છે. તેમની વાતને ગંભીરતાથી લેતા સ્પીકર ઓમ બિરલાએ કહ્યુ કે આ પ્રકારની ઘટનાની તપાસ થવી જ જોઇએ. તેમણે ખાતરી આપી કે સંસદની ગરિમા સાથે કોઈપણ પ્રકારની છેડછાડ સહન કરવામાં આવશે નહીં.










