સંસદના ચોમાસુ સત્રના પહેલા દિવસે જ ઓપરેશન સિંદૂર પર લોકસભા અને રાજ્યસભામાં હોબાળો થઇ રહ્યો છે. વિપક્ષે બંને સદનમાં પહલગામ હુમલો અને ઓપરેશન સિંદૂર પર ચર્ચાની માંગ કરતા નારેબાજી કરી હતી. હાલ લોકસભા 4 વાગ્યા સુધી સ્થગિત કરવામાં આવી છે.

શું બોલ્યા મલ્લિકાર્જુન ખડગે ? 

રાજ્યસભામાં મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું કે પહલગામ આતંકી હુમલાના આતંકીઓ હજી ઝડપાયા નથી. ટ્રમ્પે 24 વાર કહ્યું કે ભારત પાકિસ્તાન યુદ્ધ અમે રોકાવ્યુ છે. સરકારે આ તમામ જવાબો આપવા જોઇએ. તો સામે જે.પી નડ્ડાએ કહ્યું કે અમે ચર્ચા કરવા તૈયાર છીએ.


આ પહેલા લોકસભા સ્પીકર ઓમ બિરલાએ કહ્યું કે ઓપરેશન સિંદૂર પર પ્રશ્નોત્તરી બાદ ચર્ચા કરીશું. સરકાર દરેક સવાલનો જવાબ આપશે. પહેલા દિવસથી જ આવુ વર્તન યોગ્ય નથી. ઉલ્લેખનીય છે કે ચોમાસુ સત્ર પહેલા ઇન્ડિયા ગઠબંધનની બેઠક મળી હતી. જેમાં ઓપરેશન સિંદૂર, ભારત પાકિસ્તાન યુદ્ધ, ટ્રમ્પના સીઝ ફાયરના દાવા, બિહાર વોટર લિસ્ચ જેવા મુદ્દાને લઇને સરકારને ઘેરવા માટે રણનીતિ બનાવી છે.


સરકાર ચર્ચા કરવા તૈયાર- રાજનાથસિંહ
ઓપરેશન સિંદૂર પર ચર્ચાને લઈને લોકસભામાં વિપક્ષ સતત હોબાળો કરી રહ્યો છે. સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે કહ્યું છે કે સરકાર ઓપરેશન સિંદૂર પર ચર્ચા કરવા તૈયાર છે. આ સાથે તેમણે કહ્યું છે કે સરકાર કોઈપણ પ્રકારની ચર્ચા માટે તૈયાર છે. સાથે જ એમ પણ કહ્યું કે ચર્ચા ગમે તેટલી વ્યાપક હોય અને ગમે તેટલા કલાકો લાગે પરંતુ અમેચર્ચા કરવા તૈયાર છીએ.

  • Follow us on: