[[$googlead]]
લોકસભામાં આજે ઓપરેશન સિંદૂરને લઇને ચર્ચાનો બીજો દિવસ છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ લોકસભામાં સંબોધન કરતા પહલગામ હુમલાને લઇને નિવેદન આપ્યુ. તેમણે કહ્યું કે પહલગામ આતંકી હુમલાના 3 આતંકીઓ ઠાર મરાયા છે. ઓપરેશન મહાદેવ હેઠળ 3 આતંકી ઠાર મરાયા છે.આ ઓપરેશન જમ્મુ કાશ્મીર પોલીસ, નિર્દોષોને મારનાર 3 આતંકીઓને મોતને ઘાટ ઉતાર્યા. લશ્કર કમાન્ડર સુલેમાન પણ ઠાર મરાયો.

પહલગામ હુમલાના આતંકીઓ ઠાર 

ગઈકાલના ઓપરેશનમાં ત્રણેય આતંકવાદીઓ - સુલેમાન, અફઘાન અને જિબ્રાન - માર્યા ગયા હતા. જે લોકો તેમને ખોરાક પૂરો પાડતા હતા તેઓને પહેલાથી જ કસ્ટડીમાં લેવામાં આવ્યા હતા. જ્યારે આ આતંકવાદીઓના મૃતદેહ શ્રીનગર લાવવામાં આવ્યા, ત્યારે અમારી એજન્સીઓ દ્વારા અટકાયત કરાયેલા લોકો દ્વારા તેમની ઓળખ કરવામાં આવી. 

3 આતંકીઓ ઠાર મરાયા

ઓપરેશન મહાદેવ પર કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે જણાવ્યું કે સુલેમાન ઉર્ફે ફૈઝલ..., અફઘાન અને જિબ્રાન, આ ત્રણ આતંકવાદીઓ ભારતીય સેના, CRPF અને J&K પોલીસના સંયુક્ત ઓપરેશનમાં માર્યા ગયા હતા... સુલેમાન લશ્કર-એ-તૈયબાનો A-કેટેગરી કમાન્ડર હતો. અફઘાન લશ્કર-એ-તૈયબાનો A-કેટેગરીનો આતંકવાદી હતો. અને જિબ્રાન પણ A-ગ્રેડનો આતંકવાદી હતો... બૈસરન ખીણમાં આપણા નાગરિકોની હત્યા કરનારા ત્રણેય આતંકવાદીઓને ખતમ કરી દેવામાં આવ્યા છે..


આતંકીઓ પાકિસ્તાની હોવાનો પુરાવો છે- અમિત શાહ 

પી ચિદમ્બરમે પૂછ્યુ હતું કે તમારી પાસે શું પુરાવો છે કે આ આતંકીઓ પાકિસ્તાની હતા. તેના જવાબમાં  ગૃહમંત્રીએ કહ્યું કે અમારી પાસે પુરાવો છે કે ત્રણેય આતંકીઓ પાકિસ્તાની હતા.  તેઓ પાસેથી પાકિસ્તાનમાં બનેલી ચોકલેટ મળી. આતંકીઓ પાસેથી પાકિસ્તાની વોટર આઇડી પણ મળ્યા.  ત્રણેય આતંકીઓ પાકિસ્તાની હતા તેના પુરાવા છે. આ સાથે તેમણે ચિદમ્બર પર પ્રહાર કર્યા કે તેઓ પાકિસ્તાનને મદદ પહોંચાડવા માગે છે. 


  • Follow us on: