છેલ્લા ઘણા દિવસોથી સંસદનું ચોમાસુ સત્ર હોબાળાભર્યુ રહ્યુ છે. વિપક્ષ દ્વારા સતત વિરોધ કરવામાં આવી રહ્યો છે. વિપક્ષની માગ છે કે વિદ્યાર્થી આંદોલનને લઇને ગૃહમંત્રી અમિત શાહ સદનમાં હાજર રહે અને જવાબ આપે. વિપક્ષની આ માગને લઇને આજે પણ રાજ્યસભા-લોકસભાની કાર્યવાહી સોમવાર સુધી સ્થગિત કરી દેવામાં આવી. ત્યારે આ મામલે સંસદીય કાર્યમંત્રી કિરેન રિજિજૂએ વળતો પ્રહાર કર્યો છે.
અમિત શાહ સંસદમાં વહેલી સવારે આવે છે- કિરેન રિજિજૂ
ઉલ્લેખનીય છે કે લોકસભામાં ભારે હોબાળો થયો હતો. છે. વિપક્ષ "ગૃહમંત્રી, ગૃહમાં આવો," "દાન ચોર," અને "તમારું પદ છોડો" જેવા નારા લગાવ્યા હતા, આ મામલે લોકસભામાં બોલતા, રિજિજુએ જણાવ્યું હતું કે ગૃહમંત્રી અમિત શાહ વહેલી સવારે સંસદમાં આવે છે અને મોડી રાત્રે નીકળી જાય છે; જે રીતે આ સૂત્રોચ્ચાર કરવામાં આવી રહ્યા છે તે અયોગ્ય છે.
https://twitter.com/ANI/status/2085637528057770306
અમિત શાહ બોલશે તો સાંભળી નહી શકે વિપક્ષ- કિરેન રિજિજુ
કિરેન રિજિજૂએ વધુમાં કહ્યું કે અમિત શાહ એક એવા નેતા છે જેમનું નામ જ આતંકવાદીઓ અને ઉગ્રવાદીઓને ધ્રુજાવી નાખે છે. જે દિવસે તેઓ અહીં જવાબ આપવા માટે ઉભા થશે, તે દિવસે તમે સાંભળી નહી શકો. જ્યારે ગૃહમંત્રી બોલશે ત્યારે વિપક્ષ તેને સાંભળી શકશે નહીં. અગાઉ, રાજ્યસભામાં વિપક્ષના નેતા મલ્લિકાર્જુન ખડગેએ શુક્રવારે અમિત શાહ પાસેથી 20 જુલાઈના રોજ વિરોધીઓ પર પોલીસ કાર્યવાહી અંગે નિવેદન આપવાની માંગણીને પુનરાવર્તિત કરી.
https://twitter.com/ANI/status/2085636783128326264
વિપક્ષ નક્કી ન કરે કયા મંત્રીએ ગૃહમાં આવવુ- કિરેન રિજિજુ
આ અંગે પ્રતિક્રિયા આપતા કોંગ્રેસના નેતાએ કહ્યું કે તમે ગૃહમંત્રીને ગૃહમાં આવીને નિવેદન આપવા કહ્યું હતું, પરંતુ તેઓ (શાસક પક્ષ) તમારા શબ્દોનું સન્માન કરી રહ્યા નથી અને ગૃહનું અપમાન કરી રહ્યા છે." આનો વિરોધ કરતા રિજિજુએ કહ્યું કે વિપક્ષ નક્કી કરી શકતું નથી કે કયા મંત્રીએ ગૃહમાં ક્યારે આવવું જોઈએ.રિજિજુએ કહ્યું, કે વિપક્ષ નક્કી કરશે નહીં કે કયો મંત્રી ક્યારે આવશે." તેમણે વધુમાં જણાવ્યું હતું કે, “કોઈ ચોક્કસ મંત્રીને ચોક્કસ સમયે ગૃહમાં હાજર રહેવાનો કોઈ નિર્દેશ નથી અપાયો. તમે સવારે 11 વાગ્યા પછી નીકળી જાઓ છો, જ્યારે ગૃહમંત્રી ત્યાં જ રહે છે.
મંત્રીની ગૃહમાં હાજરી અંગે કોઈ નિર્દેશ નથી: રિજિજુ
સંસદમાં ગેરહાજરીના આરોપો વચ્ચે, રિજિજુએ દાવો કર્યો કે ગૃહમંત્રી અમિત શાહ દરરોજ સંસદ સંકુલની મુલાકાત લે છે. તેમણે કહ્યું, "વિપક્ષના નેતા ગૃહને ગેરમાર્ગે દોરી રહ્યા છે. અધ્યક્ષ દ્વારા કોઈ નિર્દેશ જાહેર કરવામાં આવ્યો નથી. હું આ રેકોર્ડ પર જણાવી રહ્યો છું. સવારે સંસદીય સત્ર શરૂ થાય તે સમયથી રાત્રે સમાપ્ત થાય ત્યાં સુધી, ગૃહમંત્રી સંસદ સંકુલની અંદર રહે છે. ચોક્કસ ગૃહના કામકાજ માટે જવાબદાર મંત્રી જવાબ આપે છે.
https://twitter.com/ANI/status/2085629362876154075
અમિત શાહ, અમને જવાબ આપો" જેવા નારા લગાવ્યા.
ઉલ્લેખનીય છે કે દિવસની શરૂઆતમાં વિપક્ષી સાંસદોએ સંસદ સંકુલમાં વિરોધ પ્રદર્શન કર્યું. જેમ તેઓ દરરોજ કરી રહ્યા છે. અયોધ્યામાં રામ મંદિર માટે આપવામાં આવેલા દાનની કથિત ચોરી અને વિરોધ કરી રહેલા વિદ્યાર્થીઓ પર પોલીસના કથિત અત્યાચાર અંગે અમિત શાહ પાસેથી નિવેદન માંગ્યું. વરસાદનો સામનો કરીને સાંસદોએ છત્રીઓ અને પ્લેકાર્ડ લઈને સંસદના મકર દ્વાર સામે વિરોધ પ્રદર્શન કર્યું, "
https://twitter.com/ANI/status/2085320830783799425
પીએમ મોદીએ સંસદની કાર્યવાહીમાં વિક્ષેપ પડતા ચિંતા વ્યક્ત કરી
આ દરમિયાન, પીએમ નરેન્દ્ર મોદીએ સંસદીય કાર્યવાહીમાં વિક્ષેપની ટીકા કરી. તેમણે નવા ચૂંટાયેલા સાંસદોને કહ્યું કે સંસદીય કાર્યવાહી સરળતાથી ચાલવી જોઈએ, કારણ કે સંસદ લોકશાહીનું સર્વોચ્ચ મંદિર છે. વારંવાર થતા વિક્ષેપો પર ચિંતા વ્યક્ત કરતા, પીએમ મોદીએ નોંધ્યું કે ત્યારબાદના હોબાળાના કારણે નવા સાંસદોને ગૃહમાં બોલવાની તક મળી રહી નથી, જે તેમની સામે અન્યાય સમાન છે.