દેશની સંસદનું ચોમાસુ સત્ર 20 જુલાઈથી શરૂ થશે અને 13 ઓગસ્ટ સુધી ચાલશે. ભારત સરકારની ભલામણ પર રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ લોકસભા અને રાજ્યસભાના બંને ગૃહોને આ સત્ર માટે બોલાવવાની મંજૂરી આપી છે. આ અંગેની માહિતી કેન્દ્રીય સંસદીય કાર્યમંત્રી કિરણ રિજિજુએ આપી છે.

https://twitter.com/KirenRijiju/status/2073338395624083899

25 દિવસ દરમિયાન કાર્યવાહી ચાલશે

આ સત્ર દરમિયાન કુલ 25 દિવસ સુધી સંસદની કાર્યવાહી ચાલશે. સરકારનું માનવું છે કે આ સત્રમાં અનેક મહત્વપૂર્ણ બિલો અને નીતિગત મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવશે. સંસદીય કાર્યમંત્રી દ્વારા તમામ રાજકીય પક્ષોને સંસદની કાર્યવાહી સુચારુ રીતે ચલાવવા માટે સક્રિય સહભાગિતા આપવા અપીલ કરવામાં આવી છે. આ સાથે જ ઘણા મહત્વના રાજકીય મુદ્દાઓને લઈને મોટી ચર્ચા પણ આ સત્ર દરમિયાન થશે. 

સામાજિક અને કાયદાકીય મુદ્દાઓ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે

રાષ્ટ્રપતિની મંજૂરી બાદ હવે સત્તાવાર રીતે સત્રની તારીખો જાહેર થઈ ગઈ છે અને સંસદ ભવનમાં રાજકીય ચર્ચાઓ અને કાયદાકીય પ્રક્રિયા માટે તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. ચોમાસુ સત્ર દરમિયાન સરકાર અને વિપક્ષ વચ્ચે વિવિધ મુદ્દાઓ પર ગરમાગરમ ચર્ચા થવાની શક્યતા છે. આ સત્રમાં દેશના મહત્વપૂર્ણ આર્થિક, સામાજિક અને કાયદાકીય મુદ્દાઓ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે. સરકારનો પ્રયત્ન રહેશે કે સત્ર દરમિયાન વધુમાં વધુ વિધાન કાર્ય પૂર્ણ કરવામાં આવે અને નીતિગત નિર્ણયો ઝડપથી આગળ વધે.

આ પણ વાંચો : Harsh Firing Case : ભાજપના ધારાસભ્યને 4 વર્ષની જેલની સજા, 25 લાખ વળતર ચૂકવવાનો આદેશ