દિલ્હીમાં સંસદની કાર્યવાહી ફરી એકવાર શરૂ થવા જઈ રહી છે. સરકારે લોકસભા અને રાજ્યસભામાં ફરી એક દિવસ માટે બેઠક બોલાવવા માટે વિનંતી કરી છે.સંસદીય કાર્યમંત્રી કિરણ રિજિજુએ ગુરુવારે આ અંગે માહિતી આપી હતી. ત્યારે સંસદના વિશેષ સત્રને લઇને વિપક્ષ દ્વારા કરવામાં આવી રહેલી નિવેદનબાજીને લઇને કિરેન રિજિજૂએ વળતો જવાબ આપ્યો છે.
કેટલાક સાંસદો ખોટી નિવેદનબાજી કરે છે- કિરેન રિજિજૂ
વિશેષ સત્ર પર કિરેન રિજિજુએ કહ્યું કે વિશેષ કામ માટે વિશેષ સત્ર બોલાવ્યુ છે. દેશમાં સંસદીય લોકતંત્ર છે. સમર્થન કે વિરોધમાં બોલવાનો અધિકાર છે. આ સંસદ સત્ર ઘણુ મહત્વપૂર્ણ છે. વિપક્ષના નેતાઓ સાથે વાતચીત થઇ છે. કેટલાક સાંસદ ખોટી નિવેદનબાજી કરે છે. ગેર સંવેધાનિક સંસદ સત્ર કહેવુ ખોટુ છે. ચાર દિવસનું સંસદ સત્ર બોલાવવામાં આવ્યું છે.
https://x.com/ANI/status/2126218695349596212?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E2126218695349596212%7Ctwgr%5E%7Ctwcon%5Es1_c10&ref_url=
સત્ર બોલાવવા સરકાર સંપૂર્ણપણે સક્ષમ- કિરેન રિજિજૂ
સરકારે સંસદનું ચાર દિવસીય સત્ર બોલાવવાનો નિર્ણય લીધો છે. અમે આ અંગે લોકસભાના અધ્યક્ષ અને રાજ્યસભાના સભાપતિને જાણ કરી દીધી છે. અમારો ઈરાદો ૩૦ નવેમ્બર અને ૧ ડિસેમ્બરે લોકસભામાં તથા 2 અને 3 ડિસેમ્બરે રાજ્યસભામાં મહત્વપૂર્ણ કાયદાકીય કામકાજ રજૂ કરવાનો છે. મેં તમામ રાજકીય પક્ષોનો સંપર્ક કર્યો છે અને મુખ્ય પક્ષોના નેતાઓ સાથે ચર્ચા પણ કરી છે. કેટલાક સાંસદોએ સોશિયલ મીડિયા અને અન્ય માધ્યમોમાં એવા નિવેદનો આપ્યા છે કે સરકાર પ્રસ્થાપિત નિયમોનું પાલન કરતી નથી. આવી પાયાવિહોણી ટિપ્પણીઓ ટાળવી જોઈએ; જ્યારે પણ મહત્વપૂર્ણ કાયદાકીય કામકાજ હોય ત્યારે સત્ર બોલાવવા માટે સરકાર સંપૂર્ણપણે સક્ષમ છે અને આ એક લાંબા સમયથી ચાલી આવતી પ્રણાલી છે.
સત્રને ગેરબંધારણીય ગણાવવું ખોટું- કિરેન રિજિજૂ
હું ભૂતકાળની વાતોમાં ઊંડા ઉતરવા નથી માંગતો, પરંતુ ઈતિહાસમાં એવા ઉદાહરણો છે જ્યારે અગાઉના સત્રના ઔપચારિક સમાપન (prorogation) વિના જ નવા સત્રો બોલાવવામાં આવ્યા હતા. આ એક સંસદીય લોકશાહી છે; જ્યારે રાષ્ટ્રીય મહત્વના કાર્યો કરવાના હોય ત્યારે સરકાર દ્વારા સંસદનું સત્ર બોલાવવું એ એક સામાન્ય અને પ્રમાણભૂત પ્રક્રિયા છે. જ્યારે 'વિશેષ સત્ર' બોલાવવામાં આવે છે, ત્યારે તેનો અર્થ એ છે કે કોઈ અત્યંત મહત્વપૂર્ણ કામ છે જેમ કે મહત્વના ખરડા અથવા રાષ્ટ્રીય મહત્વના મુદ્દાઓ પર ચર્ચા કરવાની છે. આવા સત્રને ગેરબંધારણીય ગણાવવું અથવા એવો દાવો કરવો કે શિયાળુ સત્ર અકાળે સમાપ્ત કરી દેવામાં આવ્યું છે, તે અત્યંત બેજવાબદાર વલણ છે. ખાસ કરીને જ્યારે આવા નિવેદનો સંસદ સભ્યો તરફથી આવતા હોય. માત્ર સત્ર બોલાવવાની પ્રક્રિયા કેવી રીતે 'ગેરબંધારણીય' હોઈ શકે? હું આ સાંસદોને વિનંતી કરું છું કે તેઓ આવા ક્ષુલ્લક કે પાયાવિહોણા દાવા કરવાનું ટાળે.
સહમત હોવુ ન હોવુ અલગ વિષય, સંસદીય સત્ર તો ચાલવુ જોઇએ- કિરેન રિજિજૂ
તમે સંસદ સભ્યો છો; આ મંચ જ વિચાર-વિમર્શ માટે છે. સંસદનું અસ્તિત્વ જ એટલા માટે છે કે તેના સભ્યો રાષ્ટ્રીય મહત્વના વિષયો પર ચર્ચા કરી શકે અને પોતાના વિચારો રજૂ કરી શકે. તેથી, જ્યારે આપણે આ વિશેષ સત્ર બોલાવી રહ્યા છીએ, ત્યારે હું તમામ રાજકીય પક્ષોના નેતાઓ અને દરેક સંસદ સભ્યને અનુરોધ કરું છું કે તેઓ પૂરા ઉત્સાહ અને ગંભીરતાથી તેમાં ભાગ લે. સરકાર જે પણ ખરડા કે કામકાજ રજૂ કરે, તેના પર ગૃહમાં સંપૂર્ણ અને અર્થપૂર્ણ ચર્ચા થવી જોઈએ. તમે સરકારના પ્રસ્તાવો સાથે સહમત છો કે નહીં તે એક અલગ વિષય છે. લોકશાહીમાં, તમને સરકાર સાથે સહમત થવાની અથવા તેના કાર્યોનો વિરોધ કરવાની સંપૂર્ણ સ્વતંત્રતા છે. પરંતુ, સંસદીય સત્ર તો ચાલવું જ જોઈએ. દેશ આપણને સાંભળી રહ્યો છે. સમગ્ર દેશના લોકો જોશે અને યાદ રાખશે કે આપણે સંસદમાં આપણા વિચારો કેવી રીતે રજૂ કરીએ છીએ. તેથી, આ જવાબદારી છે... સંસદના તમામ સભ્યોએ એ સુનિશ્ચિત કરવું કે કાર્યવાહી સુચારુ રીતે ચાલે.