Patanjali Controversy: પતંજલિ ઘીમાં ભેળસેળના આરોપોથી ઘેરાયેલા યોગગુરુ બાબા રામદેવે સ્પષ્ટતા કરી છે. બાબા રામદેવે કહ્યું કે ઘણા દેશોમાં અમારી કંપની પતંજલિનું ઘી વેચાઈ રહ્યું છે. અત્યાર સુધી કોઈપણ ટેસ્ટમાં તે ફેલ થયું નથી. અમારું ઘી સૌથી શુદ્ધ છે અને અન્ય કંપનીઓ કરતાં સારું છે. ઉલ્લેખનીય છે કે ભાજપના પૂર્વ સાંસદ બૃજભૂષણ શરણ સિંહે પતંજલિના ઘીમાં ભેળસેળનો આરોપ લગાવ્યો હતો. 

ઘી વિશે ભ્રમ ફેલાવવામાં આવ્યો છે: બાબા રામદેવ

યોગગુરુ સ્વામી રામદેવે કહ્યું કે છેલ્લા 2-3 મહિનાથી લોકોએ મારા ઘૂંટણ, હર્નિયા, હાર્ટ વગેરેનું ઓપરેશન કરાવી દીધું છે. તેમણે કહ્યું કે મારા હાર્ટ, પેટ કે ઘૂંટણનું કોઈ ઓપરેશન થયું નથી. AIIMS-મેદાંતા સહિત ક્યાંય પણ મારું ઓપરેશન થયું નથી. બાબા રામદેવે કહ્યું કે અમે નકલી ઘી આપીએ છીએ તે વાત હદથી વધુ ખોટી છે. કોઈપણ લેબમાં પતંજલિનું ઘી ફેલ થયું નથી. ઘી વિશે ભ્રમ ફેલાવવામાં આવ્યો છે. તેમાં કોઈ હાડકું, ચરબી, વનસ્પતિ ઘી વગેરેનો ઉપયોગ થતો નથી. 

આજે બૃજભૂષણને મળ્યા રામદેવ

ભાજપના પૂર્વ સાંસદ બૃજભૂષણ શરણ સિંહના આરોપો અંગે બાબા રામદેવે કહ્યું કે MNC કંપનીઓ પર તો કોઈ સવાલ ઉઠાવતું નથી. ન તો અમૂલના ઘી પર, ન તો નંદિનીના ઘી પર અને ન તો કોકા-કોલા વગેરે પર કોઈ સવાલ ઉઠાવે છે. બાબા રામદેવે કહ્યું કે આજે ભારત દૂધ ઉત્પાદનના મામલે નંબર-1 પર છે. આજે અમારી બૃજભૂષણ શરણ સિંહ સાથે પણ મુલાકાત થઈ. તેમણે સમગ્ર મામલો ખતમ કર્યો છે અને તેમની ગેરસમજ દૂર થઈ ગઈ છે. અમે તેમનો આભાર માનીએ છીએ અને આ મામલો તથા વિવાદ અહીં જ ખતમ કરીએ છીએ.

આ પણ વાંચો: Baba Ramdevએ કંગના રનૌતને મોકલી રાખડી, કહ્યું- 'વિવાદને સંવાદથી ખતમ કરીશું, હું ફોન પણ કરીશ..'