સોશિયલ મીડિયાના યુગમાં પરફેક્ટ સેલ્ફી લેવી પણ ક્યારેક જીવલેણ સાબિત થઇ શકે છે. ઘણી વાર ખતરનાક સેલ્ફી લેવાના ચક્કરમાં લોકોનું મોત પણ થઇ શકે છે. આ મામલે ભારત સૌથી આગળ છે. એક સર્વેમાં આ ચોંકાવનારું પરિણામ સામે આવ્યુ છે. મીડિયા રિપોર્ટસ પ્રમાણે ધ બાર્બર લો ફર્મના એક નવા અભ્યાસમાં જાણવા મળ્યું છે કે સેલ્ફી લેવા માટે કયો દેશ સૌથી ખતરનાક સ્થળ છે.


વર્ષ 2014થી અત્યાર સુધી 214 લોકોના મોત

ફર્મના શોધકર્તાઓએ માર્ચ 2014થી મે 2025 સુધી દુનિયા ભરમાં સેલ્ફી સંબંધિત ઘટનાઓનું અભ્યાસ કરવામાં આવ્યુ. અભ્યાસમાં એ મામલાઓને સામેલ કરવામાં આવ્યા છે. જ્યાં સેલ્ફી લેવાના પ્રયાસમાં ઘાયલ થયા હોય અથવા તો મોતને ભેટ્યા હોય. આ સર્વેમાં ભારત દુનિયાનો સૌથી ખતરનાક દેશ બનીને ઉભર્યો છે. દુનિયાભરમાં સેલ્ફી લેવાના ચક્કરમાં બનેલી ઘટનામાં 42.1 ટકા તો ભારતની જ છે. ભારતમાં 2014થી અત્યાર સુધીમાં 271 ઘટનાઓ ઘટી છે. જેમાં 214ના મોત અને 57 લોકો ઘાયલ થયા છે.

સેલ્ફી લેવાના ચક્કરમાં 10 સૌથી ખતરનાક દેશ

ક્રમદેશ ઘટના
1.ભારત
271
2.અમેરિકા
45
3.રશિયા19
4.પાકિસ્તાન16
5.ઓસ્ટ્રોલિયા15
6.ઇન્ડોનેશિયા14
7.કેન્યા13
8.ઇગ્લેન્ડ13
9.સ્પેન13
10.બ્રાઝિલ13


આ ઘટનાઓમાં અમેરિકા બીજા સ્થાન પર રહ્યુ છે. અહિયા સેલ્ફીના ચક્કરમાં મોત ઓછી થઇ છે. અમેરિકામાં ખતરનાર સેલ્ફીના ચક્કરમાં કુલ 45 ઘટના સામે આવી જેમાં 37 ઘટનામાં લોકોના મોત નીપજ્યા અને 8 લોકો ઘાયલ થયા છે. એવીજ રીતે ત્રીજા સ્થાન પર રશિયા અને ચોથા સ્થાન પર પાકિસ્તાન છે. જોકે અમેરિકા અને રશિયામાં બનેલી ઘટનાઓ ભારતમાં બનેલી ઘટનાઓની તુલનામાં ઓછી છે.

(ડિસ્ક્લેમરઃ આ લેખમાં આપવામાં આવેલી માહિતી એક મીડિયા રિપોર્ટ્સના આધારિત છે. સંદેશ ન્યુઝ આની પુષ્ટિ નથી કરતુ)


  • Follow us on: