પેટ્રોલ અને ડીઝલની ઉપલબ્ધતા અંગે ફેલાતી અફવાઓ વચ્ચે પેટ્રોલિયમ મંત્રાલયે મહત્વપૂર્ણ નિવેદન આપ્યું છે. મંત્રાલયે સ્પષ્ટ કર્યું છે કે દેશમાં ઈંધણનો પર્યાપ્ત જથ્થો ઉપલબ્ધ છે અને સપ્લાય ચેઈન સંપૂર્ણ રીતે કાર્યરત છે. રિફાઈનરીઓમાં ઉત્પાદન વધારવામાં આવ્યું છે જેથી વધતી માગને પુરી કરી શકાય.

https://twitter.com/ANI/status/2036395022099050592


દેશવ્યાપી સ્તરે કોઈ અછત નથી: પેટ્રોલિયમ મંત્રાલય

સરકારે માહિતી આપી છે કે બે ભારતીય જહાજોએ હોર્મુઝ સ્ટ્રેટ સફળતાપૂર્વક પાર કર્યો છે, જે ઈંધણ સપ્લાય માટે મહત્વપૂર્ણ ગણાય છે. ઉપરાંત ‘જગ વસંત’ નામનું જહાજ 26મી તારીખે દેશમાં પહોંચવાનું છે, જેનાથી સપ્લાય વધુ મજબૂત બનશે. આ પરિસ્થિતિમાં સરકારે લોકોને અપીલ કરી છે કે પેનિક ખરીદી કરવાની કોઈ જરૂર નથી.

એલપીજી સપ્લાય અંગે મંત્રાલયે જણાવ્યું છે કે કેટલીક જગ્યાએ વિતરણમાં થોડી અસર પડી હોઈ શકે છે, પરંતુ દેશવ્યાપી સ્તરે કોઈ અછત નથી. ગેસ સિલિન્ડરનું વિતરણ નિયમિત રીતે રજિસ્ટ્રેશન મુજબ જ કરવામાં આવી રહ્યું છે. પી.એન.જી. અને એલપીજી બંનેની સપ્લાય સંપૂર્ણ રીતે ચાલુ છે.

કોઈપણ પ્રકારની અછત સર્જાવાની શક્યતા નથી

પેટ્રોલ અને ડીઝલ અંગે પણ સરકારે ખાતરી આપી છે કે તમામ પંપ પર પુરતો જથ્થો ઉપલબ્ધ છે અને સપ્લાય સતત ચાલુ છે. કોઈપણ પ્રકારની અછત સર્જાવાની શક્યતા નથી. સરકારે લોકોને અફવાઓ પર ધ્યાન ન આપવા અને શાંતિ જાળવવા અપીલ કરી છે. અધિકારીઓએ જણાવ્યું છે કે પરિસ્થિતિ સંપૂર્ણ નિયંત્રણમાં છે અને જરૂરી તમામ પગલાં લેવામાં આવી રહ્યા છે.

આ પણ વાંચો : UPIએ બનાવ્યો નવો રેકોર્ડ, નાણાકીય વર્ષ 2026માં ટ્રાન્ઝેક્શનમાં થયો 30 ટકાનો વધારો