પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ચંદીગઢ, હરિયાણા અને પંજાબની મુલાકાતે છે. ત્યારે સૌ પ્રથમ તેઓ સવારે લગભગ 11 વાગે જીંદ રેલ્વે સ્ટેશન પર જીંદ અને સોનીપત વચ્ચે દોડનારી દેશની પ્રથમ હાઇડ્રોજન ટ્રેનને લીલી ઝંડી આપી. . સવારે લગભગ 11.30 કલાકે  પ્રધાનમંત્રી જીંદના એકલવ્ય સ્ટેડિયમ ખાતે આશરે 14700  કરોડ રૂપિયાના વિવિધ વિકાસ પ્રોજેક્ટ્સનો શિલાન્યાસ કર્યો. ત્યારબાદ હાલમાં એક સભાને પણ સંબોધન કરી રહ્યા છે.

હાઇડ્રોજન ટ્રેનનુ નામ આવે એટલે...

પીએમ મોદીએ કહ્યું કે જ્યારે હાઇડ્રોજન ટ્રેનનુ નામ આવશે એટલે જિંદનું નામ આવશે. આજે આત્મનિર્ભર ભારત માટે મોટો દિવસ છે.  જિંદ કોઇ સાધારણ ધરતી નથી. હરિયાણાનો વિકાસ નવા પાટા પર છે. જીંદ બીજેપી એનડીએના સુશાસન મોડલની તસવીર છે. 

https://twitter.com/ANI/status/2078010953518727259

ઓઇલ મોટા ભાગનું હોર્મુઝમાંથી જ આવે છે- પીએમ મોદી 

પીએમ મોદીએ કહ્યું કે હાઇડ્રોજન ટ્રેન દુનિયાની મજબૂત ટ્રેન છે. તે આત્મનિર્ભર ભારતની મિસાઇલ છે.  જીંદના ઘી, ઘેવર નહી પણ તેવર બદલાયા છે. હરિયાણામાં રોજગારના નવા અવસર પ્રાપ્ત થશે. દુનિયામાં 3-4 કોચ ધરાવતી હાઇડ્રોજન ટ્રેન છે જ્યારે ભારત પાસે 10 કોચ ધરાવતી ટ્રેન છે. 

યુદ્ધથી હોર્મુઝ સ્ટ્રેટ પ્રભાવિત- પીએમ મોદી 

પીએમ મોદીએ હાલમાં ચાલી રહેલા ઇરાન અમેરિકા યુદ્ધને લઇને જણાવ્યું કે  પશ્ચિમ એશિયામાં યુદ્ધ ચાલી રહ્યું છે. હોર્મુઝમાં અત્યારે સંકટનો સમય ચાલી રહ્યો છે. ઇરાન અને અમેરિકાના યુદ્ધથી તણાવ છે. યુદ્ધને કારણે હોર્મુઝનો રસ્તો પ્રભાવિત થયો છે. ત્યાંથી જ તેલની સપ્લાય થાય છે.  પહેલા આવી સ્થિતિ 2014 પહેલા થતી તો રેલવે ઠપ્પ થઇ હતી. પહેલા આપણી ટ્રેન ડીઝલથી ચાલતી હતી. તેલનું સંકટ હોવા છતાં ભારતની ટ્રેન રોતાઇ નથી.

https://twitter.com/ANI/status/2078018366829416914

આ મોદી છે જે વિચારે છે અને સમાધાન પણ લાવે છે- પીએમ મોદી 

2014 પહેલા રેલવેમાં કંઇ કામ થયુ નહી. 2014 પહેલા જો આવુ થયુ હોતતો ટ્રેન સેવા ઠપ્પ થઇ જતી.  જીંદ 5-5 નેશનલ હાઇવે સાથે જોડાયેલો છે. આજે 2014 જેવી સ્થિતિ નથી. પીએમ મોદીએ કહ્યું કે આ મોદી છે, જે ઘણુ પહેલા વિચારે પણ છે અને સમસ્યાનું સમાધાન પણ લાવે છે. 

https://twitter.com/ANI/status/2078013691803664829