વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ હૈદરાબાદમાં આયોજિત એક જાહેર સભામાં વૈશ્વિક પરિસ્થિતિ અને ઊર્જા સંકટ વચ્ચે દેશવાસીઓને પેટ્રોલ અને ડીઝલનો સંયમથી ઉપયોગ કરવાની અપીલ કરી છે. તેમણે કહ્યું કે વર્તમાન સમયમાં ઈંધણના વધતા ભાવ અને વૈશ્વિક અનિશ્ચિતતાને ધ્યાનમાં રાખીને દરેક નાગરિકે બચતની ભાવનાથી આગળ આવવું જોઈએ.

https://twitter.com/ANI/status/2053485630819352593


વર્ક ફ્રોમ હોમ પદ્ધતિની આપણે હવે ફરીથી અપનાવવી જોઈએ

પીએમ મોદીએ પોતાના સંબોધનમાં કોવિડ-19 મહામારીના સમયને યાદ કરતાં જણાવ્યું કે તે દરમિયાન દેશમાં 'વર્ક ફ્રોમ હોમ', ઓનલાઈન મિટિંગ્સ અને વીડિયો કોન્ફરન્સિંગ જેવી પદ્ધતિઓ અપનાવવામાં આવી હતી. આ નવી વ્યવસ્થાઓને કારણે કામકાજમાં સરળતા રહી અને દેશે નવી ટેકનોલોજી તરફ ઝડપથી આગળ વધ્યું. તેમણે કહ્યું કે આ પદ્ધતિઓને આપણે હવે ફરીથી અપનાવવી જોઈએ, કારણ કે તે રાષ્ટ્રહિતમાં ઉપયોગી સાબિત થઈ શકે છે.

વિદેશી મુદ્રા બચાવવી અત્યંત જરૂરી

તેમણે વધુમાં કહ્યું કે હાલની પરિસ્થિતિમાં વિદેશી મુદ્રા બચાવવી અત્યંત જરૂરી છે. વૈશ્વિક બજારમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ ખૂબ ઊંચા હોવાથી ભારતને ઇંધણ આયાત પર મોટો ખર્ચ કરવો પડે છે. તેથી દરેક નાગરિકે ઈંધણનો વ્યય ઘટાડીને દેશની અર્થવ્યવસ્થાને મજબૂત બનાવવામાં યોગદાન આપવું જોઈએ.

પર્યાવરણ અનુકૂળ જીવનશૈલી અપનાવવાની સલાહ

પીએમ મોદીએ લોકોને અપીલ કરી કે તેઓ શક્ય હોય ત્યાં સુધી જાહેર પરિવહનનો ઉપયોગ કરે, અનાવશ્યક વાહન ઉપયોગ ઘટાડે અને ઊર્જા બચત તરફ ધ્યાન આપે. તેમણે કહ્યું કે નાની નાની બચત પણ દેશની અર્થવ્યવસ્થામાં મોટો ફાળો આપી શકે છે. સભામાં હાજર લોકોને સંબોધતા તેમણે ટેકનોલોજી અને પર્યાવરણ અનુકૂળ જીવનશૈલી અપનાવવાની પણ સલાહ આપી. સમગ્ર સંબોધનમાં આત્મનિર્ભર ભારત અને સંયમિત જીવનશૈલી પર ભાર મૂકવામાં આવ્યો હતો.

ખેડૂતોને કરી આ વિનંતી

  • રાસાયણિક ખાતરનો વપરાશ 50 ટકા ઘટાડવો
  • કુદરતી ખેતીની પદ્ધતિઓ તરફ વળવું
  • જમીનના સ્વાસ્થ્યનું રક્ષણ કરવામાં અને આયાત પરની નિર્ભરતા ઘટાડવામાં મદદ કરવી
  • કૃષિમાં ડીઝલ પંપને બદલે સૌર-સંચાલિત સિંચાઈ પંપોને વ્યાપકપણે અપનાવવા પ્રોત્સાહિત કર્યા.


આ પણ વાંચો : Amit Shahની આગેવાનીમાં મહત્વની બેઠક, દેશમાં વધી રહેલા હીટવેવના પ્રકોપ સામે લેવાશે પગલાં