પશ્ચિમ બંગાળમાં પ્રથમ તબક્કાની વિધાનસભાની ચૂંટણી યોજાઇ. જેમાં હિંસા વચ્ચે પણ બંપર વોટિંગ થયુ છે. 152 બેઠકો પર પ્રથમ તબક્કામાં જ 92.38 ટકા વોટિંગ થયુ છે. ત્યારે ભાજપ દ્વારા બીજા તબક્કાના મતદાન માટે પ્રચાર તેજ કરવામાં આવ્યો છે. જે અંતર્ગત પીએમ મોદી આજે  દમદમ ખાતેથી સભા સંબોધી રહ્યા છે. તેમણે સભા સંબોધન કરતા કહ્યું કે  પ્રથમ તબક્કાના મતદાનમાં પરિવર્તનની લહેર પર મહોર વાગી છે. 


બંગાળનું ગૌરવ પરત લાવીશું- પીએમ મોદી 

હું પશ્ચિમ બંગાળ અને તમિલનાડુના લોકોને અભિનંદન આપું છું. બંગાળમાં ચૂંટણીના પહેલા તબક્કાના મતદાનથી બંગાળમાં આપણે જે પરિવર્તનની લહેર જોઈ રહ્યા છીએ તેની પુષ્ટિ થઈ છે. ગઈકાલે ભાજપને મળેલો ટેકો ભાજપની જીતનો સંકેત આપે છે.પીએમ મોદીએ વધુમાં કહ્યું કે બંગાળમાં આઝાદી અપાવવી ખૂબ જરૂરી છે. બંગાળનું ગૌરવ ફરીથી પરત લાવીશું. ટીએમસીના ભય અને ભ્રષ્ટાચારથી આઝાદી મળશે. ટીએમસી મહિલા વિરોધી પાર્ટી છે. 









  • Follow us on: