આજે ભૂતપૂર્વ વડા પ્રધાન અટલ બિહારી વાજપેયીની 101મી જન્મજયંતિ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી, દ્રોપદી મૂર્મુ સહિત અનેક નેતાઓએ અટલજીને શ્રદ્ધાજંલિ આપી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદી 25 ડિસેમ્બર 2025એ પૂર્વ વડાપ્રધાન ભારત રત્ન શ્રી અટલ બિહારી વાજપેયીની 101મી જયંતિ પર લખનઉમાં રાષ્ટ્રપ્રેરણા સ્થળનું ઉદ્ધાટન કર્યુ.
રાષ્ટ્ર પ્રેરણા સ્થળ વિશે જાણીએ
રાષ્ટ્ર પ્રેરણા સ્થળને એક ઐતિહાસિક રાષ્ટ્રીય સ્મારક અને સ્થાયી રાષ્ટ્રીય મહત્વના પ્રેરણાદાયક પરિસરના રૂપમાં વિકસિત કરવામાં આવ્યુ છે. જે આશરે 230 કરોડના ખર્ચે 65 એકર જમીનમાં બનાવવામાં આવ્યુ છે. આ પરિસરમાં ડો શ્યામા પ્રસાદ મુખર્જી, પંડિત દિનદયાળ ઉપાધ્યાય અને પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજયેપીની 65 ફૂટ ઉંચી કાંસ્યમાંથી પ્રતિમાં બનાવવામાં આવી છે. જે ભારતની રાજનીતિનો વિચાર, રાષ્ટ્ર નિર્માણ અને સાર્વજનિક જીવનમાં તેમનુ મહત્વપૂર્ણ યોગદાનનું પ્રતીક છે.










