Prime Minister નરેન્દ્ર મોદીએ શનિવારે નવી દિલ્હીમાં શ્રી રામ કોલેજ ઑફ કોમર્સ (SRCC)ના શતાબ્દી સમારોહને સંબોધિત કર્યો. તેમણે કહ્યું કે આ અવસર SRCC માટે ખૂબ જ ઐતિહાસિક છે અને દેશના શિક્ષણ જગત માટે પણ એટલો જ મહત્વપૂર્ણ છે. SRCC સાથે જોડાયેલી અનેક પેઢીઓ આ કાર્યક્રમમાં એકસાથે એકઠી થઈ છે. તેમણે કહ્યું કે SRCCની 100 વર્ષની સફર પોતાનામાં એક ઉદાહરણ છે અને અહીંથી ભણેલા લોકોએ દરેક ક્ષેત્રમાં પોતાની આગવી છાપ છોડી છે.

13 વર્ષ બાદ ફરી વિદ્યાર્થીઓ સાથે PM મોદીનો સંવાદ

PM મોદી અગાઉ 6 ફેબ્રુઆરી 2013ના રોજ SRCCમાં વિદ્યાર્થીઓને સંબોધિત કરી ચૂક્યા છે. તે સમયે તેઓ ગુજરાતના મુખ્યમંત્રી હતા. લગભગ સાડા 13 વર્ષ બાદ તેમણે ફરી યુવાનો સાથે સંવાદ કર્યો. જૂના ભાષણને યાદ કરતાં PM મોદીએ કહ્યું કે તે સમયે લોકોને આશા હતી કે તેઓ સરકાર પર આક્ષેપો કરશે, પરંતુ તેમણે આ મંચનો ઉપયોગ તેના માટે કર્યો નહોતો. તેમણે કહ્યું કે મેં તે સમયે વિઝન રજૂ કર્યું હતું અને સકારાત્મક વાતો કરી હતી.

https://twitter.com/narendramodi/status/2096242597195055230

SRCC દેશની જાણીતી સંસ્થાઓમાં સામેલ

દિલ્હી યુનિવર્સિટીનો ભાગ એવા શ્રી રામ કોલેજ ઑફ કોમર્સને ભારતની ઉચ્ચ શિક્ષણની જાણીતી સંસ્થાઓમાં સ્થાન મળ્યું છે. કોલેજ ખાસ કરીને કોમર્સ, ઇકોનોમિક્સ અને મેનેજમેન્ટના અભ્યાસ માટે મહત્વપૂર્ણ કેન્દ્ર છે. જાણીતા ઉદ્યોગપતિ અને સમાજસેવક સર શ્રી રામે વર્ષ 1926માં આ સંસ્થાની શરૂઆત કરી હતી. છેલ્લી એક સદી દરમિયાન SRCCએ અનેક પેઢીના વિદ્વાનો, પ્રોફેશનલ્સ, એડમિનિસ્ટ્રેટર્સ, ઉદ્યોગસાહસિકો, નીતિ ઘડવૈયાઓ અને દેશના નિર્માણમાં યોગદાન આપનારા લોકો તૈયાર કર્યા છે. કોલેજના પૂર્વ વિદ્યાર્થીઓએ દેશના વિવિધ ક્ષેત્રોમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે.

એપ્રિલમાં PM મોદીએ SRCCના પ્રતિનિધિમંડળને મળ્યા હતા

SRCCનો આ શતાબ્દી સમારોહ શિક્ષક દિવસ સાથે યોજાઈ રહ્યો છે. આ અવસરનું મહત્વ એટલા માટે પણ વધી જાય છે કે શિક્ષકો અને શિક્ષણવિદોના યોગદાનને સન્માન આપવામાં આવે છે. તેઓ નવી પેઢી ઘડવામાં અને સમાજનો પાયો મજબૂત બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવે છે. આ વર્ષે એપ્રિલમાં કોલેજની 100મી વર્ષગાંઠ નિમિત્તે PM મોદીએ પોતાના નિવાસસ્થાને SRCCના શાસક મંડળ અને પ્રતિનિધિમંડળ સાથે મુલાકાત કરી હતી. આ પ્રસંગે તેમણે SRCCની શતાબ્દી નિમિત્તે વિશેષ ટપાલ ટિકિટ પણ બહાર પાડી હતી.

આ પણ વાંચો: PM મોદી Gen Z સાથે ખાસ સંવાદ કરશે, Y-રેમ્પ અને QR કોડ એન્ટ્રીથી રચાશે ઇતિહાસ