પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે કર્ણાટકને એક મોટી ભેટ આપવા જઈ રહ્યા છે. તેઓ રાજ્ય માટે ₹15600 કરોડના મૂલ્યના વિકાસ કાર્યોનું લોકાર્પણ કરશે. આમાં બેંગલુરુ મેટ્રોની 'પિંક લાઇન' (Pink Line) ઉપરાંત પુનઃપ્રાપ્ય ઊર્જા, એલપીજી (LPG) સંગ્રહ, રેલવે અને વંદે ભારત એક્સપ્રેસ સેવાઓ સાથે સંબંધિત પહેલોનો સમાવેશ થાય છે. ત્યારે હાલમાં પીએમ મોદી બેંગ્લુરુમાં પ્રશાંતિ કુટીરમ સ્વર્ણિમ સમારોહમાં પીએમ મોદીએ હાજરી આપી હતી.
કર્ણાટકની ધરતી સદીઓથી યોગનું કેન્દ્ર- પીએમ મોદી
આ પ્રસંગે તેઓએ સંબોધન કરતા જણાવ્યું કે કર્ણાટકની ધરતી સદીઓથી યોગ કેન્દ્ર રહી છે. યોગની શક્તિ સમજવાનો અવસર છે. સેવા અને સમર્પણ અમારી જવાબદારી છે. પીએમ મોદીએ યોગ
વિશે બોલતા જણાવ્યું કે મોટી સંખ્યામાં લોકો યોગ સાથે જોડાઇ રહ્યા છે. યોગ આજે ચર્ચાનું કેન્દ્ર છે. યોગ ભારતને જાણવા માટેનો પ્રવેશ દ્વાર બની ગયો છે. અમેરિકાથી લઇને ઓસ્ટ્રેલિયા સુધી યોગ પહોંચ્યો.
https://x.com/ANI/status/2121119885006975038?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E2121119885006975038%7Ctwgr%5E%7Ctwcon%5Es1_c10&ref_url=
પીએમ મોદીએ વધુમાં જણાવ્યું કે વિકસિત ભારતનું નિર્માણ અમારુ લક્ષ્ય છે. સ્વસ્થ જીવનશૈલી અમારી પ્રાથમિકતા છે. 50 કરોડ લોકો ગરીબીમાંથી બહાર આવ્યા છે.
https://x.com/ANI/status/2121123380791484919?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E2121123380791484919%7Ctwgr%5E%7Ctwcon%5Es1_c10&ref_url=
‘પ્રશાંતિ કુટીરમ’નું લોકાર્પણ: એક અસાધારણ ગાથા
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ‘પ્રશાંતિ કુટીરમ’ની 50 વર્ષની ભવ્ય યાત્રાની પ્રશંસા કરતા જણાવ્યું હતું કે, કર્ણાટકની સમૃદ્ધ વિરાસતની પૃષ્ઠભૂમિમાં રચાયેલો તેનો સેવા અને સમર્પણનો માર્ગ એક એવી અસાધારણ ગાથા છે જેના વિશે દરેક ભારતીયે જાણવું જોઈએ. તેમણે નોંધ્યું કે, એક નાના યોગ કેન્દ્રમાંથી વિશાળ જન આંદોલન તરીકે તેનો વિકાસ થયો છે, તે પોતે જ અત્યંત પ્રેરણાદાયી છે. ‘પ્રશાંતિ કુટીરમ’ની આ યાત્રા એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે છે કે કેવી રીતે યોગ, સેવા અને સમર્પણના માધ્યમથી સમાજમાં સકારાત્મક પરિવર્તન લાવી શકાય છે.
https://x.com/ANI/status/2121123380791484919?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E2121123380791484919%7Ctwgr%5E%7Ctwcon%5Es1_c10&ref_url=
'કર્ણાટકમાં યોગની સમૃદ્ધ પરંપરા છે'
સદીઓથી, કર્ણાટક યોગ અને આધ્યાત્મિક સાધનાનું એક પ્રમુખ કેન્દ્ર રહ્યું છે. આ પવિત્ર ભૂમિએ અનેક સુપ્રસિદ્ધ યોગ ગુરુઓ અને વિદ્વાનોને જન્મ આપ્યો છે, જેમણે માત્ર પ્રાચીન ભારતીય યોગ પરંપરાને સમૃદ્ધ જ નથી કરી, પરંતુ તેને વૈશ્વિક સ્તરે ઓળખ પણ અપાવી છે. કન્નડ સિનેમાના મહાન અભિનેતા ડૉ. રાજકુમાર આ ભૂમિના જ એક વિશિષ્ટ વ્યક્તિત્વ હતા; કલાના ક્ષેત્રમાં તેમના અજોડ યોગદાનની સાથે સાથે, તેમણે યોગમાં પણ ઊંડો રસ અને સમર્પણ દર્શાવ્યું હતું. કર્ણાટકના આ સમૃદ્ધ સાંસ્કૃતિક અને આધ્યાત્મિક વારસાના સંદર્ભમાં, 'શાંતિ કુટીરમ્'ની 50 વર્ષની ભવ્ય યાત્રા એ સેવા, આધ્યાત્મિક સાધના અને સમર્પણનું એક અસાધારણ અને અનન્ય ઉદાહરણ છે. એક એવી પ્રેરણાદાયી ગાથા જેના વિશે દરેક ભારતીયે જાણવું જોઈએ.
https://x.com/ANI/status/2121125936951357544?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E2121125936951357544%7Ctwgr%5E%7Ctwcon%5Es1_c10&ref_url=