India: કેન્દ્રીય મંત્રીમંડળે તમામ કેન્દ્રીય મંત્રીઓના સોશિયલ મીડિયા પ્રદર્શન પર એક અહેવાલ તૈયાર કર્યો છે. મળતી માહિતી અનુસાર, આ અહેવાલ બુધવારે યોજાયેલી મંત્રીમંડળની બેઠક દરમિયાન રજૂ કરવામાં આવ્યો હતો. આ અહેવાલમાં દરેક મંત્રીની સોશિયલ મીડિયા હાજરી અને કામગીરી, તેમના એકંદર રેન્કિંગની વિગતો આપવામાં આવી છે. આ ડેટા છેલ્લા સાડા ત્રણ મહિનાની પ્રવૃત્તિઓના આધારે સંકલિત કરવામાં આવ્યો હતો. ખાસ કરીને 1 મે, 2026 થી 15 ઓગસ્ટ, 2026 સુધીનો આ ડેટા છે.


સોશિયલ મીડિયા રેન્કિંગમાં પીએમ મોદી પ્રથમ ક્રમે

આ અહેવાલ દ્વારા મંત્રીઓને તેમના એકંદર સોશિયલ મીડિયા પ્રદર્શન રેન્કિંગ વિશે માહિતી આપવામાં આવી હતી. રિપોર્ટ અનુસાર પીએમ મોદી ટોચનું સ્થાન ધરાવે છે. નોંધનીય છે કે, આ અહેવાલ ફક્ત કેબિનેટ મંત્રીઓની સોશિયલ મીડિયા હાજરી પૂરતો મર્યાદિત નથી; અગ્રણી રાષ્ટ્રીય નેતાઓ તેમજ પાયાના નેતાઓના સોશિયલ મીડિયા ટ્રેક્શનને આધાર બનાવવામાં આવ્યો છે. એટલે કે મંત્રી બીજા અન્ય નેતાઓથી તેમની સોશિયલ મીડિયા પર્ફોર્મન્સની તુલના કરી શકે છે. 


મંત્રીઓનો સોશિયલ મીડિયા પર્ફોર્મન્સ રિપોર્ટ

મીટિંગ દરમિયાન, દરેક મંત્રીને વ્યક્તિગત અહેવાલો સોંપવામાં આવ્યા હતા, જેમાં 1 મે, 2026 અને 15 ઓગસ્ટ, 2026 વચ્ચેની તેમની પ્રવૃત્તિની વિગતો આપવામાં આવી હતી. આ પ્રદર્શન અહેવાલોમાં ઇન્સ્ટાગ્રામ, X (અગાઉ ટ્વિટર) અને ફેસબુક પર મંત્રીઓની તેમની પ્રવૃત્તિના આધારે મંત્રીઓનું મૂલ્યાંકન કરવામાં આવ્યું છે.


ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને X પર મંત્રીઓ કેટલા એક્ટિવ છે?

એકંદર રેન્કિંગ અને પ્રદર્શન અહેવાલનું સંકલન કરવા માટે, ત્રણ પ્લેટફોર્મ (ઇન્સ્ટાગ્રામ, X અને ફેસબુક) પર સરેરાશ દૈનિક પોસ્ટ્સ, કુલ એન્ગેજમેન્ટ, પ્રતિ પોસ્ટ સરેરાશ એન્ગેજમેન્ટ, લાઇક્સ, સરેરાશ લાઇક્સ અને ફોલોઅર ગણતરી જેવા મેટ્રિક્સ ધ્યાનમાં લેવામાં આવ્યા હતા. મૂળભૂત રીતે આ અહેવાલ સોશિયલ મીડિયા પર કયા નેતાઓને સૌથી વધુ જાહેર સમર્થન અને પ્રતિક્રિયા મળી. તેના આધારે આ રિપોર્ટ તૈયાર કરવામાં આવ્યો હતો.


સોશિયલ મીડિયા પર એન્ગેજમેન્ટ વધારવા માટેના નિર્દેશો

મંત્રીઓને સોશિયલ મીડિયા પર તેમની પોસ્ટ્સ, એન્ગેજમેન્ટ અને અર્થપૂર્ણ ઇન્ટરએક્શન (ક્રિયાપ્રતિક્રિયા)ઓ વધારવા માટે પણ સૂચના આપવામાં આવી છે. સંભવિત કેબિનેટ ફેરબદલને ધ્યાનમાં રાખીને આ કવાયત મહત્વપૂર્ણ માનવામાં આવે છે.


આ પણ વાંચો: Congress નવી મુસ્લિમ લીગ બની ગઈ, તેના માટે પાર્ટી દેશથી ઉપર... વંદે માતરમ્ વિવાદ પર BJPના પ્રહાર