દર 15 ઑગસ્ટે સમગ્ર દેશના લોકોની નજર દિલ્હીના લાલ કિલ્લા પર જ હોય છે. દરેક લોકો એ દિવસે વડાપ્રધાનના ધ્વજ ફરકાવવા અને તેમનું ભાષણ સાંભળવા માટે ઉત્સુક હોય છે. કે આ વર્ષે પીએમ મોદી શું બોલશે અને કયો નવો મુદ્દો ઉપડશે. પરંતુ શું તમને ખ્યાલ છે આ વર્ષે વડાપ્રધાન મોદી કિલ્લા પરથી તમારી વાત પણ કહી શકે છે. જી હાં, આ વાત સાચી છે. વડાપ્રધાન મોદી આ વર્ષે સતત 12મી વખત લાલ કિલ્લા પરથી ભાષણ આપવાના છે.જે ભારતની જનતાએ લખ્યુ હશે.
PM મોદીએ શું લખ્યું?
PM મોદીએ ટ્વીટર લખ્યુ કે, જેમ જેમ આપણે આ વર્ષેના સ્વતંત્રતા દિવસ તરફ આગળ વધી રહ્યાં છીએ. હું મારા દરેક સાથી ભારતીયોના વિચાર સાંભળવા માટે ઉત્સુક છું. શું તમે જણાવશો કે આ વર્ષની સ્વતંત્રતા દિવસની ભાષણમાં કયા વિષયો અથવા વિચારોને સામેલ કરવા જોઇએ? મહત્વનું છે કે આ પહેલાં પણ પીએમ મોદીએ મનકી બાત માટે પણ જનતાના સૂચનો મંગાવ્યા હતા.
તમે ક્યાં સૂચનો આપી શકશો?
PM મોદીએ તેમના પોસ્ટમાં MyGov અને NaMo એપના લિંક્સ શેર કર્યા છે. જ્યાં લોકો ઓપન ફોરમમાં પોતાના વિચારો રજૂ કરી શકે છે. આપેલી લિંક 30 જુલાઈથી એક્ટિવ થઈ ગઈ છે. તમે તમારા વિચારો 12 ઑગસ્ટ સુધી શેર કરી શકો છો.