પીએમ મોદી કેનેડાના પ્રવાસે જવાના છે. ભારત અને કેનેડા વચ્ચેના સંબંધો બગડ્યા પછી પીએમ મોદીની આ પહેલી કેનેડા મુલાકાત હશે. આ ઉપરાંત પીએમ મોદી સાઇપ્રસ અને ક્રોએશિયાની પણ મુલાકાત કરશે.PM મોદી જૂન મહિનામાં 3 દેશોની યાત્રા કરવાના છે અને જી-7 સમિટનો ભાગ બનશે. પીએમ મોદી 15થી 19 જૂન સુધી યાત્રા કરશે.
આ દેશોની લેશે મુલાકાત
પીએમ 15-16 જૂને સાઇપ્રસના પ્રવાસે જશે. જેઓ 16-17 જૂને કેનેડાની યાત્રા પર જશે. કેનેડાના પીએમ માર્ક કાનીના નિમંત્રણ પર પીએમ મોદી કેનેડાનો પ્રવાસ કરશે. આ દરમિયાન તેઓ જી -7 શિખર સંમેલનમાં ભાગ લેશે.
સપ્ટેમ્બર 2023 માં, કેનેડાએ કહ્યું હતું કે કેનેડાની ધરતી પર ખાલિસ્તાની અલગતાવાદી હરદીપ સિંહ નિજ્જરની હત્યામાં ભારતીય એજન્ટો "શક્ય" સંડોવાયેલા હોઈ શકે છે. ભૂતપૂર્વ કેનેડાના પીએમ જસ્ટિન ટ્રુડોના આરોપો પછી સંબંધો વણસ્યા હતા. ભારતે કેનેડાના આ બધા આરોપોને ફગાવી દીધા હતા.
આ પછી, દેશમાં પરિસ્થિતિ વધુ વણસી ત્યારે ટ્રુડોએ વડા પ્રધાન પદ પરથી રાજીનામું આપ્યું. આ પછી, એક અર્થશાસ્ત્રી કાર્ની આ પદની જવાબદારી સંભાળી રહ્યા છે. ગ્રુપ ઓફ સેવન (G7) માં વિશ્વના 7 દેશોનો સમાવેશ થાય છે. આમાં કેનેડા, ફ્રાન્સ, જર્મની, ઇટાલી, જાપાન, અમેરિકા અને યુકે તેમજ યુરોપિયન યુનિયનનો સમાવેશ થાય છે.
કેનેડા-ભારતના કેવા છે સંબંધો?
સપ્ટેમ્બર 2023 માં, કેનેડાએ કહ્યું હતું કે કેનેડાની ધરતી પર ખાલિસ્તાની અલગતાવાદી હરદીપ સિંહ નિજ્જરની હત્યામાં ભારતીય એજન્ટો સંભવિત રીતે સંડોવાયેલા હોઈ શકે છે. ભૂતપૂર્વ કેનેડાના પીએમ જસ્ટિન ટ્રુડોના આરોપો પછી સંબંધો વણસ્યા હતા. ભારતે કેનેડાના આ બધા આરોપોને ફગાવી દીધા હતા. આ પછી દેશમાં પરિસ્થિતિ વધુ વણસી ત્યારે ટ્રુડોએ વડા પ્રધાન પદ પરથી રાજીનામું આપ્યું હતું. આ પછી એક અર્થશાસ્ત્રી કાર્ની આ પદની જવાબદારી સંભાળી રહ્યા છે. ગ્રુપ ઓફ સેવન (G7) માં વિશ્વના 7 દેશોનો સમાવેશ થાય છે. આમાં કેનેડા, ફ્રાન્સ, જર્મની, ઇટાલી, જાપાન, અમેરિકા અને યુકે તેમજ યુરોપિયન યુનિયનનો સમાવેશ થાય છે.