બિરસા મુંડાની 151મી જન્મજયંતિના અવસરે દેશભરમાં 'જનજાતીય ગૌરવ દિવસ' (Tribal Pride Day) ઉજવવામાં આવી રહ્યો છે.  ત્યારે રવિવારે સવારે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી મહારાષ્ટ્રના ગડચિરોલી ખાતે આયોજિત 'જનજાતીય ગૌરવ દિવસ' કાર્યક્રમમાં વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી સહભાગી થયા છે. આ પ્રસંગે તેઓ આદિવાસી સ્વતંત્રતા સેનાની બિરસા મુંડાની 151મી જન્મજયંતિ નિમિત્તે ઉપસ્થિત જનમેદનીને સંબોધન કર્યું છે. સંબોધન કરતા પીએમ મોદીએ જનજાતીય ગૌરવ દિવસની દેશવાસીઓને શુભેચ્છાઓ પાઠવી છે. સાથે જ ભગવાન બિરસા મુંડાને પીએમ મોદીએ નમન કર્યું છે.


મહારાષ્ટ્રના ગડચિરોલીમાં 'જનજાતીય ગૌરવ દિવસ' નિમિત્તે એક કાર્યક્રમ યોજાયો હતો, જેમાં વડાપ્રધાન મોદીએ વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા ભાગ લીધો હતો. આ કાર્યક્રમ દરમિયાન, વડાપ્રધાન મોદીએ આશરે ₹3000 કરોડના મૂલ્યના ૨૪૬ વિકાસ કાર્યોનું ઉદ્ઘાટન કર્યું અને શિલાન્યાસ કર્યો.

પોતાના સંબોધન દરમિયાન તેમણે કહ્યું કે, એક સમય એવો હતો જ્યારે દેશના ઘણા ઉત્સવો અને ઉજવણીઓને વિદેશી દ્રષ્ટિકોણથી જોવામાં આવતી હતી; પરંતુ આજે, ભારત પોતાની વિરાસત, ઇતિહાસ અને નાયકોનું સન્માન સ્વદેશી ગૌરવની ભાવના સાથે કરે છે. આ રાષ્ટ્રની સામૂહિક ચેતનામાં આવેલા એક મોટા પરિવર્તનને દર્શાવે છે. વડાપ્રધાનના આ નિવેદનને કોંગ્રેસ પક્ષ પર કટાક્ષ તરીકે જોવામાં આવી રહ્યું છે. તેમણે ઉલ્લેખ કર્યો કે 'જનજાતીય ગૌરવ દિવસ'ની ઉજવણી 15 નવેમ્બર, 2021થી શરૂ થઈ હતી અને ત્યારથી તે એક રાષ્ટ્રીય ઉત્સવનું સ્વરૂપ ધારણ કરી ચૂકી છે.

તેમણે જણાવ્યું કે 'જનજાતીય ગૌરવ દિવસ' એ આદિવાસી સમુદાયના ગૌરવ સાથે ઊંડો સંબંધ ધરાવતો અવસર છે. તે ભગવાન બિરસા મુંડાની પ્રેરણાથી પણ ઓતપ્રોત છે. દેશના ખૂણેખૂણેથી આ કાર્યક્રમમાં જોડાઈ રહેલા સૌને અભિનંદન પાઠવતા, પ્રધાનમંત્રીએ 'ધરતી આબા' ભગવાન બિરસા મુંડાને તેમની જન્મજયંતિ નિમિત્તે આદરપૂર્વક શ્રદ્ધાંજલિ અર્પણ કરી.


'જનજાતીય ગૌરવ દિવસ હવે એક રાષ્ટ્રીય ઉત્સવ બની ગયો છે'

પ્રધાનમંત્રી મોદીએ જણાવ્યું કે 15 નવેમ્બર, 2021 થી શરૂ થયેલો 'જનજાતીય ગૌરવ દિવસ' હવે એક રાષ્ટ્રીય ઉત્સવનું સ્વરૂપ ધારણ કરી ચૂક્યો છે. ગયા વર્ષે, ભગવાન બિરસા મુંડાની 150મી જન્મજયંતિ નિમિત્તે દેશભરમાં બે લાખથી વધુ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં કરોડો નાગરિકોએ ભાગ લીધો હતો.


તેમણે ઉલ્લેખ કર્યો કે આજે સમગ્ર દેશમાં 'જનજાતીય ગૌરવ દિવસ'ના કાર્યક્રમો યોજાઈ રહ્યા છે અને ભારત પોતાના આદિવાસી નાયક-નાયિકાઓને ખૂબ જ ગર્વ સાથે યાદ કરી રહ્યું છે. ભગવાન બિરસા મુંડાના નેતૃત્વમાં થયેલો 'ઉલગુલાન' (વિદ્રોહ) અને નાની વયે તેમણે કરેલો સંઘર્ષ આજે પણ કરોડો ભારતીયો માટે પ્રેરણાનો એક મોટો સ્ત્રોત છે.

પીએમ મોદીએ સંબોધન કરતા નક્સલવાદ અને આંતક પર પણ પ્રતિક્રિયા આપી છે. તેમણે જણાવ્યું કે, દેશમાંથી નક્સલ અને આંતકનો અંત આવ્યો છે. નક્સલવાસે સૌથી વધુ નુકસાન જનજાતીય વિસ્તારમાં કર્યું છે. 

https://x.com/narendramodi/status/2121847721489559799?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E2121847721489559799%7Ctwgr%5E%7Ctwcon%5Es1_c10&ref_url=


આ કાર્યક્રમ દરમિયાન, વડાપ્રધાન આશરે ₹ 3000 કરોડના મૂલ્યના 246 વિકાસ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન કરશે અને તેનો શિલાન્યાસ કર્યો. પહેલોનો ઉદ્દેશ્ય દેશભરના આદિવાસી સમુદાયો માટે શિક્ષણ, આરોગ્યસંભાળ, આજીવિકાની તકો અને સામુદાયિક માળખાકીય સુવિધાઓને વધુ મજબૂત બનાવવાનો છે.


આ પ્રોજેક્ટ્સ પૈકી, વડાપ્રધાન મોદી 173 પહેલોનું ઉદ્ઘાટન કરશે, જેમાં આદિવાસી વિદ્યાર્થીઓ માટેની 38 'એકલવ્ય મોડેલ રેસિડેન્શિયલ સ્કૂલ્સ' (EMRS) અને 'પ્રધાનમંત્રી જનજાતિ આદિવાસી ન્યાય મહા અભિયાન' (PM-JANMAN) હેઠળના 100 બહુહેતુક કેન્દ્રોનો સમાવેશ થાય છે.


આ પણ વાંચો: India: શ્રી ગંગાનગરમાં રેલવે ટ્રેક બ્લાસ્ટમાં મોટો ખુલાસો, આતંકીઓએ મહિલાને પ્રેમજાળમાં ફસાવી અને પછી.... પોલીસે બે શંકાસ્પદોની કરી ધરપકડ