નરેન્દ્ર મોદી આજે પશ્ચિમ બંગાળ, બિહાર અને ઉત્તર પ્રદેશના પ્રવાસે છે. વડાપ્રધાન આઈઆઈટી (IIT) ખડગપુર ખાતે તેની પ્લેટિનમ જ્યુબિલી ઉજવણીમાં ભાગ લેવા પહોંચ્યા છે. ત્યારબાદ, તેઓ બિહારના વૈશાલી જશે, જ્યાં તેઓ વિવિધ વિકાસ યોજનાઓનો શિલાન્યાસ કરશે. તે પછી, વડાપ્રધાન લખનૌ જશે.
અહીંની યાદો જીવનભર સાથ આપે છે- પીએમ મોદી
પીએમ મોદી આઇઆઇટી ખડગપુરમાં પ્લેટિનમ જુબલી સમારોહમાં ભાગ લેવા માટે પશ્ચિમ બંગાળ પહોંચ્યા હતા. આ પ્રસંગે તેમણે સંબોધન કરતા જણાવ્યુ તે આઇઆઇટી ખડગપુરની 75 વર્ષની યાત્રા ઐતિહાસિક રહી છે. દેશનું પહેલુ આઇઆઇટી ઇન્સ્ટીટ્યુ ઠેય અહીંની યાદો જીવનભર સાથ આપે છે. IIT ખડગપુરે ઘણા માઇલ સ્ટોન બનાવ્યા છે. સંસ્થાએ ઘણી ઉપલબ્ધિ હાંસલ કરી છે.
બંગાળની ભૂમિ એ એવી જગ્યા છે જ્યાં વિચારોને બળ મળે છે: PM મોદી
બંગાળની ભૂમિ એ એવી જગ્યા છે જ્યાં વિચારોને બળ મળે છે. અહીંથી જ રાષ્ટ્રીય આંદોલનોનો ઉદ્ભવ થયો છે. આ સંસ્થાનું નિર્માણ એ જ સ્થળ પર કરવામાં આવ્યું છે, જે એક સમયે સ્વાતંત્ર્ય સેનાનીઓ માટે અટકાયત કેન્દ્ર (ડિટેન્શન કેમ્પ) તરીકે ઉપયોગમાં લેવાતું હતું.
IIT ખડગપુરે તેની સ્થાપનાના 75 વર્ષોમાં અનેક સીમાચિહ્નો હાંસલ કર્યા છે: PM મોદી
પોતાના સંબોધન દરમિયાન, પ્રધાનમંત્રી મોદીએ કાર્યક્રમમાં ઉપસ્થિત સૌનો આભાર માન્યો. તેમણે મોડા પહોંચવા બદલ ક્ષમા પણ માંગી. તેમણે કહ્યું, "આજે, ભારતનો ભૂતકાળ, વર્તમાન અને ભવિષ્ય - આ ત્રણેય મારી સમક્ષ અહીં ઉપસ્થિત છે. મારી સાથે એક પ્રતિભાશાળી અને મહત્વાકાંક્ષી પેઢી જોડાયેલી છે. પોતાની સ્થાપનાના 75 વર્ષોમાં, IIT ખડગપુરે અનેક સીમાચિહ્નો સર કર્યા છે. દેશની પ્રથમ IIT તરીકે, તેણે ભારતની સિદ્ધિઓમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે."
હવે બ્રેક ધ લિમિટ...- પીએમ મોદી
પીએમ મોદીએ વધુમાં જણાવ્યુ કે અમે 50 કરોડ લોકોને ગરીબીમાંથી બહાર કાઢ્યા. વિચારમાં બદલાવ લાવ્યા ત્યારે જ આ થઇ શક્યું. ભારતે ડંકાની ચોટ પર કહ્યું બ્રેક ધ લિમિટ.. કોંગ્રેસે ગરીબીને સ્થાયી સમસ્યા બનાવી દીધી હતી. પહેલા વિચાર એવા હતા કે ગરીબી તો દૂર કરી જ ન શકાય. ટોયલેટ બનાવવાની અમારી યોજનાનો મજાક પણ ઉડાવ્યો. પડકારો સામે હાર્યા એટલે સપનાને સીમિત કર્યા. વિચાર વિના વિકાસ સંભવ નથી. 12 વર્ષમાં અમે એ જૂના વિચારને તોડ્યા.
