લાલુ યાદવે પોતાના જન્મ દિવસે બાબા સાહેબ આંબેડકરના ફોટો ફ્રેમનું અપમાન એ મુદ્દો બની રહ્યો છે. પીએમ મોદીએ પણ આ અંગે બિહારમાં સભા સંબોધન દરમિયાન લાલુ યાદવ પર પ્રહાર કર્યા હતા. પીએમ મોદીએ કહ્યું કે આરજેડીના અધ્યક્ષ અને પૂર્વ મુખ્યમંત્રી લાલુ યાદવ પર આકરા પ્રહાર કર્યા હતા.

પીએમ મોદીએ સિવાનમાં સભા સંબોધતા કહ્યું કે આ લોકો બાબા સાહેબનું અપમાન કરે છે. આ વચ્ચે લાલુ યાદવ માફી માગે તેવી માગની ચર્ચાને લઇને પીએમ મોદીએ કહ્યું કે આ લોકો માફી નહી માંગે. તેઓના મનમાં દલિત, મહાદલિત અને પછાત લોકો માટે કોઇ સમ્માન નથી.

પીએમ મોદીએ કહ્યું કે અમે કહીએ છીએ સબકા સાથ, સબકા વિકાસપણ પંજા અને લાલટેન વાળા કહે છે પરિવારનો સાથ પરિવારનો વિકાસ. તેઓ પોતાના પરિવાર માટે દેશ અને બિહારના કરોડો પરિવારનું અહિત કરતા ચૂકતા નથી. બાબા સાહેબ આંબેડકર પણ આ પ્રકારની રાજનીતિના વિરોધી હતા. આથી તેઓ ડગલે ને પગલે બાબા સાહેબનું અપમાન કરે છે.
પીએમ મોદીએ કહ્યું કે આપણે બધાએ જોયુ કે આ લોકોએ બાબા સાહેબ સાથે કેવો વ્યવહાર કરે છે. આરજેડી અને કોંગ્રેસ બાબા સાહેબના ફોટો પર પગ મૂકે છે. જ્યારે મોદી બાબા સાહેબ આંબેડકરને દિલમાં રાખે છે . બાબા સાહેબનું અપમાન કરનારા લોકો પોતાને બાબા સાહેબ કરતા પણ મોટા દેખાડે છે. બિહારના લોકો બાબા સાહેબનું અપમાન ક્યારેય નહી ભૂલે.

લાલુ યાદવે જન્મ દિવસે..
મહત્વનું છે કે લાલુ યાદવના જન્મ દિવસે કાર્યકરો તેમને મળવા આવ્યા હતા. પગે લાગીને તેમજ ગિફ્ટ આપીને ફોટો પડાવતા જોવા મળ્યા હતા.ત્યારે એક કાર્યકર બાબા સાહેબનો ફોટો લઇને આવે છે. તેઓ લાલુ યાદવની નજીક જતા નથી પરંતુ તેમના પગ પાસે ફોટો રાખીને ગિફ્ટ આપે છે. જેમાં ખુદ લાલુ યાદવને પણ ખબર નથી કે ફોટો કોનો છે. આ વીડિયો સામે આવતા બીજેપી બાબા સાહેબના અપમાનનો આરોપ લગાવી રહ્યા છે.

કિડની ટ્રાન્સપ્લાન્ટ કરાવી
ઉલ્લેખનીય છે કે લાલુ યાદવે થોડા સમય પહેલા કિડની ટ્રાન્સપ્લાન્ટ કરાવ્યુ છે જેથી તેઓ એ પ્રકારે બેઠા હતા કે કોઇ તેમની નજીક ન આવી શકે. ડોક્ટર્સ મુજબ સંક્રમણનો ખતરો વધે છે. તેઓ એક ખુરશી પર બેઠા હતા અને બીજી ખુરશી પર પગ મૂકેલા હતા. 
  • Follow us on: