માતાના ઠપકાથી લઇને જનતાના ગુસ્સા સુધી, ચિરાગ પાસવાને તમામ પ્રશ્નોને રસપ્રદ જવાબ આપ્યા હતા. 

કોની પસંદગી પહેલા ? 

ચિરાગ પાસવાનને કેટલાક રસપ્રદ પ્રશ્નો પૂછવામાં આવ્યા. તેમને પૂછવામાં આવ્યું કે, જો તેમને લગ્ન અને મુખ્યમંત્રી પદ વચ્ચે પસંદગી કરવી પડે, તો તેઓ કયું પદ પસંદ કરશે? તો તેમણે તરત જ મુખ્યમંત્રી પદનું નામ આપ્યું હતુ. ચિરાગે કહ્યું કે તેઓ ચોક્કસપણે મુખ્યમંત્રી પદ પસંદ કરશે, કારણ કે તેઓ હાલમાં લગ્ન માટે તૈયાર નથી.

કોનો વધુ ડર લાગે છે?

ચિરાગ પાસવાનને બીજો પ્રશ્ન પૂછવામાં આવ્યો, શું તે તેની માતાના ઠપકાથી વધુ ડરે છે કે જનતાના ગુસ્સાથી? તેમણે જવાબ આપ્યો કે તેમને ક્યારેય તેમની માતાએ ઠપકો આપ્યો નથી, પરંતુ તેઓ જનતાના ગુસ્સાને સહન કરી શકશે નહીં. ચિરાગે કહ્યું કે જનતા તેમના માટે બધું જ છે. તેઓ હંમેશા લોકો માટે કામ કરવા માંગે છે. તેમના જવાબથી સ્પષ્ટ થાય છે કે તેઓ જનતા પ્રત્યેની તેમની જવાબદારીને અત્યંત મહત્વપૂર્ણ માને છે. ચિરાગ પાસવાનના આ જવાબોએ તેમના અંગત જીવન અને રાજકીય પ્રાથમિકતાઓ વિશેના પ્રશ્નોને રસપ્રદ બનાવ્યા હતા.

આ પણ વાંચોઃ કોલંબિયા યુનિવર્સિટીમાં રાહુલ ગાંધીના નિવેદન પર રાજકીય વિવાદ શરુ, ભાજપની આકરી પ્રતિક્રિયા આવી સામે