આંદોલન સાથે સંકળાયેલા હોવાનો દાવો કરતા બે યુવાને અભિજીત દિપકેના ઘરની બહાર ધરણા કર્યા હતા.
'દેશભરના વિદ્યાર્થીઓ માટે આંદોલન'
મનીષ બ્રહ્મભટ્ટે મીડિયાને જણાવ્યું કે, જ્યારે CJP આંદોલન શરૂ થયું ત્યારે તેનો કોઈ ચહેરો નહોતો. દેશભરના સ્વયંસેવકોએ તેમાં ફાળો આપ્યો હતો. તેમણે આરોપ લગાવ્યો કે તેઓ અભિજિત દિપકેને મળવા અને બેઠકમાં હાજરી આપવા માટે છત્રપતિ સંભાજીનગર પહોંચ્યા હતા. પરંતુ તેમને બેઠકમાં આવવાની મંજૂરી આપવામાં આવી ન હતી કે આમંત્રણ આપવામાં આવ્યું ન હતું. તેમણે કહ્યું કે આ આંદોલન કોઈ એક પરિવાર કે નજીકના સાથીઓ વિશે નથી, પરંતુ દેશભરના વિદ્યાર્થીઓ અને યુવાનો માટે છે.
'અમને બીજો કેજરીવાલ નથી જોઈતો'
વિરોધ દરમિયાન, મનીષ બ્રહ્મભટ્ટે અભિજિત દિપકેના ઘરની બહાર અનિશ્ચિત ઉપવાસ શરૂ કર્યા. તેમણે કહ્યું, અમને બીજો કેજરીવાલ નથી જોઈતો. તેઓ આમ આદમી પાર્ટીના વડા અરવિંદ કેજરીવાલનો ઉલ્લેખ કરી રહ્યા હતા, જેઓ અણ્ણા હજારેના 2011ના ભ્રષ્ટાચાર વિરોધી આંદોલન પછી રાષ્ટ્રીય રાજકારણમાં ઉભરી આવ્યા હતા. છત્રપતિ સંભાજીનગરના વાલુજ MIDC વિસ્તારમાં અભિજિત દિપકેના નિવાસસ્થાને બુધવારથી CJPની કોર ટીમની બેઠક ચાલી રહી છે.
બેરોજગારી દેશની સૌથી મોટી સમસ્યાઃ અભિજીત દિપકે
કોર ટીમની બેઠક પછી, અભિજીત દીપકે જણાવ્યું કે બેરોજગારી દેશની સૌથી મોટી સમસ્યા બની ગઈ છે, અને CJP તેને રાષ્ટ્રીય મુદ્દો બનાવશે. તેમણે ઉમેર્યું કે જંતર મંતર પરના વિરોધ પ્રદર્શનમાં માત્ર વિદ્યાર્થીઓ જ નહીં પરંતુ મોટી સંખ્યામાં બેરોજગાર યુવાનોએ પણ ભાગ લીધો હતો. તેથી, સંગઠન હવે દેશભરમાં રોજગાર અને યુવાનો સંબંધિત મુદ્દાઓ ઉઠાવવા માટે એક વ્યૂહરચના વિકસાવી રહ્યું છે.
આ પણ વાંચોઃ Atiq Ahmedના નાના પુત્ર Aban Ahmedનું અકસ્માતમાં મોત, 3 વર્ષમાં પરિવારમાં 4 મોત
