ઇટાલીના વડા પ્રધાન જ્યોર્જિયા મેલોનીએ ભૂતપૂર્વ વડા પ્રધાન બર્લુસ્કોનીનો રેકોર્ડ તોડ્યો છે. 

જ્યોર્જિયા મેલોનીનો રેકોર્ડ 

પીએમ મોદીએ 80 વર્ષનો રેકોર્ડ તોડવા બદલ ઇટાલીના વડા પ્રધાન જ્યોર્જિયા મેલોનીને અભિનંદન આપ્યા છે. ઓક્ટોબર 2022માં સત્તા સંભાળ્યા પછી, વડા પ્રધાન મેલોની સૌથી લાંબા સમય સુધી સેવા આપનારા વડા પ્રધાન બન્યા છે. અગાઉ, વડા પ્રધાન સિલ્વિયો બર્લુસ્કોની આ પદ પર હતા. મેલોનીએ આ રેકોર્ડ તોડ્યો છે. પીએમ મોદીએ સોશિયલ મીડિયા પોસ્ટમાં લખ્યું હતુ કે, યુદ્ધ પછીના ઈતિહાસમાં ઇટાલીના સૌથી લાંબા સમય સુધી સેવા આપનારા વડા પ્રધાન બનવા બદલ મારા મિત્ર વડા પ્રધાન મેલોનીને અભિનંદન. 

https://twitter.com/narendramodi/status/2095767631781601386

પીએમ મોદીએ પાઠવી શુભકામનાઓ 

પીએમ મોદીએ કહ્યું કે, ભારત-ઇટાલી ખાસ વ્યૂહાત્મક ભાગીદારીને આગળ વધારવામાં તેમની મિત્રતાએ મુખ્ય ભૂમિકા ભજવી છે. હું આપણા દેશોના લોકો માટે સમૃદ્ધ ભવિષ્ય બનાવવા માટે અમારા ગાઢ સહયોગને ચાલુ રાખવા માટે આતુર છું. આવનારા વર્ષોમાં તેમની સતત સફળતા માટે મારી શુભેચ્છાઓ. બંને નેતાઓની પ્રખ્યાત મિત્રતાને ઘણીવાર "મેલોડી" તરીકે ઓળખવામાં આવે છે. જે તેમના અટકનો સંકેત છે. 

જ્યોર્જિયા મેલોનીની રાજકીય સફર 

જ્યોર્જિયા મેલોની ઓક્ટોબર 2022થી ઇટાલીના વડા પ્રધાન છે, જે આ પદ સંભાળનાર પ્રથમ મહિલા છે. તેમની રૂઢિચુસ્ત સરકારે સત્તામાં સતત 1413 દિવસ પૂર્ણ કર્યા, જે તેને બીજા વિશ્વયુદ્ધ પછી ઇટાલીની સૌથી લાંબી સેવા આપતી સરકાર બનાવી હતી. તેણે 2001 થી 2005 સુધી સ્વર્ગસ્થ ભૂતપૂર્વ વડા પ્રધાન સિલ્વિયો બર્લુસ્કોની દ્વારા સ્થાપિત રેકોર્ડને પણ વટાવી દીધો હતો.

આ પણ વાંચોઃ સીરિયા-ઈરાકે શોધી કાઢ્યો હોર્મુઝ સ્ટ્રેટનો ઉકેલ, રોજ 5 હજાર ગાડીથી તેલ-ગેસ મોકલાશે યુરોપ