સંસદીય બાબતોના મંત્રી કિરેન રિજિજુએ ગૃહમંત્રી અમિત શાહ વિશે રાહુલ ગાંધીની ટિપ્પણીનો સખત વિરોધ કર્યો અને માફીની માંગ કરી હતી. 

રિજિજુ અને રાહુલની મુલાકાત 

લોકસભાની કાર્યવાહી મુલતવી રાખ્યા પછી, રાહુલ ગાંધી અને કિરેન રિજિજુ સંસદ ભવનમાં મળ્યા. રાહુલ ગાંધીએ રિજિજુનો હાથ પકડીને પૂછ્યું કે શું તેઓ ક્યારેય સંસદમાં તેમના રૂમમાં ગયા છે. જ્યારે રિજિજુએ ના કહ્યું, ત્યારે રાહુલ હસીને કહ્યું, "આજે મારા રૂમમાં જઈએ." રિજિજુ અને રાહુલ લગભગ 5 મિનિટ સુધી મળ્યા હતા. 

બંને નેતાઓએ સાથે ફોટોગ્રાફી કરાઇ 

રિજિજુએ રાહુલ ગાંધીના રૂમ, G-41માં લગભગ 5 મિનિટ વિતાવી. આ સમય દરમિયાન, બંને નેતાઓએ સાથે ફોટોગ્રાફી પણ કરી. રાહુલ ગાંધીના રૂમમાં કૈલાશ માનસરોવરનો ફોટો લટકાવવામાં આવ્યો છે. રાહુલે રિજિજુને કહ્યું, આવો, આ ચિત્રની સામે ફોટો પાડીએ. બંને નેતાઓએ સંસદીય ગતિરોધ કે કોઈ રાજકીય મુદ્દા પર ચર્ચા કરી ન હતી. આ મુલાકાત હળવા વાતાવરણમાં યોજાઈ હતી, જેમાં બંને અનૌપચારિક વાતચીતમાં વ્યસ્ત હતા. રસપ્રદ વાત એ છે કે, આના થોડા સમય પહેલા, રાહુલ ગાંધી અને કિરેન રિજિજુ વચ્ચે લોકસભામાં ગરમાગરમ ચર્ચા થઈ હતી જ્યારે રાહુલે ગૃહમંત્રી અમિત શાહ વિશે પ્રશ્નો ઉઠાવ્યા હતા.

બન્ને વચ્ચે સૌહાર્દપૂર્ણ વાતચીત 

જોકે, આ પહેલીવાર નથી જ્યારે રાહુલ ગાંધી અને કિરેન રિજિજુ વચ્ચે આટલી સૌહાર્દપૂર્ણ વાતચીત જોવા મળી હોય. ગયા વર્ષે, શિયાળુ સત્ર દરમિયાન, બંને નેતાઓએ સંસદ હુમલાની વર્ષગાંઠ પર આયોજિત શ્રદ્ધાંજલિ કાર્યક્રમમાં પણ હળવાશભરી વાતચીત કરી હતી. તે સમયે, કડકડતી ઠંડી છતાં, રાહુલ ગાંધીએ ટી-શર્ટ પહેરી હતી, જેના પર રિજિજુએ મજાકમાં તેમની ફિટનેસની ચર્ચા કરી હતી. 

આ પણ વાંચોઃ અમેરિકા-ઈરાન જંગમાં પેન્ટાગોન બેકફૂટ પર, મિસાઇલનો જથ્થો ઘટતા અમેરિકી સંરક્ષણ તંત્રમાં ચિંતા