પન્નાલાલ શાક્યે મહિલાઓ વિરુદ્ધ અત્યંત અભદ્ર ભાષાનો ઉપયોગ કર્યો હતો. તેઓએ કહ્યું હતુ કે, માતા સીતા મૃત્યુનું સ્વરૂપ છે, યુદ્ધમાં સ્ત્રીઓ નહી પણ પુરુષો જ મરે છે.
મહિલાઓ પ્રત્યે અપમાનજનક ભાષા
મધ્યપ્રદેશમાં કાર્યક્રમ દરમિયાન, ભાજપના ધારાસભ્યએ માતા સીતા વિરુદ્ધ અપમાનજનક ટીપ્પણી કરી હતી. અપમાનજનક ભાષા સાંભળીને મહિલા ધારાસભ્યોએ તેમનો વિરોધ કર્યો હતો. જિલ્લા વહીવટીતંત્ર દ્વારા નાનખેડી મંડી સંકુલમાં બલરામ કૃષિ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. મુખ્યમંત્રી ડૉ. મોહન યાદવ પણ વર્ચ્યુઅલી કાર્યક્રમમાં જોડાયા હતા. સ્ટેજ પરથી તેમના સંબોધન દરમિયાન, ગુનાના ધારાસભ્ય પન્નાલાલ શાક્ય ખેડૂતો, કૃષિ અને દેશને લગતા મુદ્દાઓ પર ભાષણ આપી રહ્યા હતા.
ભાજપ ધારાસભ્યના વિવાદિત બોલ
પન્નાલાલ શાક્યે રામાયણ અને મહાભારતના ઉદાહરણો ટાંક્યા, સ્ત્રીઓ સંબંધિત ઉદાહરણો ટાંકીને શાક્યે રામાયણમાં સીતાના અપહરણ પછી થયેલા યુદ્ધનો ઉલ્લેખ કર્યો હતો. અને કહ્યું હતુ કે, આ ઘટના પછી મોટી સંખ્યામાં પુરુષોના મોત થયા હતા. ત્યારબાદ તેમણે મહાભારતનું ઉદાહરણ આપ્યું, પાંચાલી, જેને દ્રૌપદી તરીકે પણ ઓળખવામાં આવે છે. તેની ઘટનાનો ઉલ્લેખ કર્યો અને કહ્યું કે આ ઘટનામાં પણ મોટી સંખ્યામાં પુરુષોએ પોતાનો જીવ ગુમાવ્યો હતો.
ભાજપના જ ધારાસભ્યો આમને-સામને
ધારાસભ્ય શાક્યએ પૃથ્વીરાજ ચૌહાણ અને સંયોગિતા સાથે સંકળાયેલી ઘટનાનો પણ ઉલ્લેખ કર્યો હતો. તેમના ભાષણ દરમિયાન, સ્ટેજ પર હાજર ચાંચૌડાના ધારાસભ્ય પ્રિયંકા પાંચીએ તેમની ટિપ્પણીનો વિરોધ કર્યો હતો. પ્રિયંકા પાંચીએ તેમને અપમાનજનક અને મહિલા વિરોધી ગણાવ્યા હતા. સ્ટેજ પર બે ધારાસભ્યો વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. પન્નાલાલ શાક્યે જવાબ આપતા કહ્યું કે, તેમણે ઘણા પુસ્તકો વાંચ્યા છે અને પ્રિયંકા પાંચીને બેસવા કહ્યું. સ્ટેજ પરની આ ઘટનાથી લોકોમાં ગભરાટ ફેલાયો હતો.
આ પણ વાંચોઃ વંદે માતરમ વિવાદ પર મલ્લિકાર્જુન ખડગેનો ભાજપને જવાબ, જાણો શુ કહ્યુ?
