દિલ્હીમાં અગાઉ કોકરોચ જનતા પાર્ટીની રચના થયા બાદ હવે સોશિયલ મીડિયા પર માખી જનતા પાર્ટી સક્રિય થઈ ચૂકી છે. સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ સૂર્યકાંત દ્વારા કરવામાં આવેલી વિશેષ ટિપ્પણી બાદ આ નવું સંગઠન અસ્તિત્વમાં આવ્યું છે. આ મંચ હવે કોકરોચ જનતા પાર્ટી સાથે તાલમેલ સાધીને યુવાનોમાં જવાબદેહી માગવાનું માધ્યમ બની રહ્યું છે.
માખી મારવા માટે હથોડાનો ઉપયોગ કરી શકે નહીં
સુપ્રીમ કોર્ટમાં 9 ઓક્ટોબરના રોજ એક મહત્વની સુનાવણી હાથ ધરવામાં આવી હતી. આ સુનાવણી દરમિયાન 10 ઓક્ટોબરે યોજાનારા કોકરોચ જનતા પાર્ટી એટલે કે સીજેપીના વિરોધ પ્રદર્શન પહેલાં દિલ્હીમાં જાહેર પરિવહન સંપૂર્ણપણે બંધ કરવાના વહીવટી તંત્રના નિર્ણય પર અદાલતે ગંભીર સવાલો ઉઠાવ્યા હતા. જસ્ટિસ સૂર્યકાંતની બેંચે સુનાવણી વેળાએ સ્પષ્ટ જણાવ્યું હતું કે સુરક્ષાના કારણોસર જાહેર પરિવહનને નિયંત્રિત કે રેગ્યુલેટ કરવું યોગ્ય હોઈ શકે છે, પરંતુ આખી સિસ્ટમ જ અટકાવી દેવી તદ્દન અલગ બાબત છે. ન્યાયાધીશોએ અધિકારીઓને યાદ અપાવતા કહ્યું હતું કે નિયમન થઈ શકે પણ દરેક બાબત પર રોક ન લગાવી શકાય અને વહીવટી તંત્ર માખી મારવા માટે હથોડાનો ઉપયોગ કરી શકે નહીં.
મખ્ખી જનતા પાર્ટી નામનું સંગઠન ઉભુ થયું
અદાલતની આ ટિપ્પણી બાદ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર તુરંત ‘મખ્ખી જનતા પાર્ટી’ (એમજેપી) નામનું સંગઠન ઊભું થયું હતું. એમજેપીએ સોશિયલ મીડિયા પર લખ્યું કે જ્યારે ખુદ સીજેઆઈએ કહ્યું છે કે માખી મારવા હથોડો ન વાપરી શકાય, ત્યારે હવે માખી પણ બોલશે અને અવાજ ઉઠાવશે.
72 કલાકમાં 3.3 લાખથી વધુ ફોલોઅર્સ હોવાનો દાવો
આ મંચે જણાવ્યું કે નાની બાબત માટે મોટું પગલું ન લેવું જોઈએ. સંસ્થાના જણાવ્યા મુજબ માત્ર 72 કલાકની અંદર તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટને 40 લાખથી વધુ વ્યૂઝ અને 3.3 લાખથી વધુ ફોલોઅર્સ મળ્યા છે. પેજ અનુસાર આર્યન નામના વિદ્યાર્થીને તેના સ્થાપક દર્શાવાયા છે અને સંગઠન હાલ પ્રવક્તા શોધી રહ્યું છે.
https://www.instagram.com/p/DebZ_PSoizq/?utm_source=ig_web_button_share_sheet
આઠ વખત તેનું યુઝરનેમ બદલાયું
આ એકાઉન્ટ જૂન 2021માં બન્યું હતું અને વર્તમાન હેન્ડલ ‘makhijantaparty.ig’ અપનાવતા પહેલાં આઠ વખત તેનું યુઝરનેમ બદલાયું હતું. આ સંગઠને અગાઉ મજાકમાંથી મોટું મંચ બનેલી સીજેપી સાથે એકજૂટતા દાખવી છે. આ ઉપરાંત એમજેપીએ મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર સામે વિરોધ કરી રહેલા ઓલ ઇન્ડિયા સ્ટુડન્ટ્સ એસોસિએશન (આઈસા)ના સભ્ય નેહા બોરાને પણ ટેકો આપ્યો છે. એમજેપીએ નિવેદન જારી કરીને બોરાની હિંમત અને મક્કમતાની પ્રશંસા કરતા જણાવ્યું હતું કે લોકશાહી વ્યવસ્થામાં સત્તા સામે સવાલો ઉઠાવવા અને સંપૂર્ણ જવાબદેહીની માગણી કરવી અત્યંત આવશ્યક બાબત છે.
આ પણ વાંચો : Amit Shahનો હૂંકાર, 2029માં પ્રચંડ હારનો સામનો કરવા તૈયાર રહે રાહુલ