મહેબૂબા મુફ્તીએ તેમણે ચેતવણી આપી હતી કે, આવી દખલગીરી શેષનાગ તળાવના નાજુક ઇકોસિસ્ટમને નોંધપાત્ર નુકસાન પહોંચાડી શકે છે.
બોર્ડર રોડ્સ ઓર્ગેનાઇઝેશન સાથે હસ્તાક્ષર
જમ્મુ અને કાશ્મીર પીપલ્સ ડેમોક્રેટિક પાર્ટીના પ્રમુખ અને ભૂતપૂર્વ મુખ્યમંત્રી મહેબૂબા મુફ્તીએ શેષનાગ ટ્રેક પ્રોજેક્ટ માટે બોર્ડર રોડ્સ ઓર્ગેનાઇઝેશન સાથે હસ્તાક્ષર કરાયેલા સમજૂતી પત્ર રદ કરવાની માંગ કરી છે. તેમણે પર્યાવરણીય રીતે સંવેદનશીલ આ વિસ્તારમાંથી ભારે મશીનરી તાત્કાલિક દૂર કરવાની હાકલ કરી અને કહ્યું કે, તેઓ પહેલા શેષનાગ તળાવનું રૂબરૂ નિરીક્ષણ કરશે અને પછી NGTનો સંપર્ક કરશે.
આ મુદ્દો રાજકીય કે ધાર્મિક નથીઃ મહેબૂબા મુફ્તી
3500 મીટરથી વધુની ઊંચાઈએ JCB મશીનોની તૈનાતી પર પ્રશ્ન ઉઠાવતા, મહેબૂબાએ કહ્યું કે આવી ભારે મશીનરી વિસ્તારના નાજુક પર્યાવરણ અને હિમનદી પ્રણાલી પર પ્રતિકૂળ અસર કરી શકે છે. તમે તમારા હાથથી ત્યાં ખોદકામ પણ કરી શકતા નથી, કારણ કે હિમનદીની પોતાની સિસ્ટમ છે તેણીએ પૂછ્યું. જ્યારે તમે ત્યાં આટલું મોટું JCB લઈ જઈ રહ્યા છો. ત્યારે શું તમને કોઈ ખ્યાલ છે કે તેની પર્યાવરણ પર શું અસર પડશે?
ઓમર અબ્દુલ્લા સરકારને પ્રશ્ન કર્યો
મહેબૂબાએ એવો પણ પ્રશ્ન કર્યો કે, ચૂંટાયેલી સરકારે પર્યાવરણીય અસરોનું મૂલ્યાંકન કર્યા વિના આ પ્રોજેક્ટને કેવી રીતે મંજૂરી આપી. તેમણે કહ્યું, "મને આશ્ચર્ય થાય છે કે તેઓએ પર્યાવરણીય મૂલ્યાંકન વિના આ થવા દીધું. ચૂંટાયેલી સરકારે તેની પર્યાવરણીય અસરોનું મૂલ્યાંકન કરવું જોઈતું હતું." કરાર રદ કરીને જાહેર કરવાની માંગ કરતાં, તેમણે કહ્યું કે સરકારે સમજૂતી કરારની શરતો જાહેર કરવી જોઈએ.
JCB આટલી ઊંચાઈએ કેવી રીતે પહોંચ્યું?
PDP પ્રમુખે પર્યાવરણીય નિષ્ણાતો અને જનપ્રતિનિધિઓ સાથે સ્થળની મુલાકાત લેવાની પરવાનગી પણ માંગી. તેમણે સંબંધિત મંત્રીની મુલાકાત પછી પ્રોજેક્ટને આપવામાં આવેલી કથિત "ક્લીનચીટ" પર પણ સવાલ ઉઠાવ્યા. તેમણે કહ્યું, "જો તેમની પાસે છુપાવવા માટે કંઈ નથી, તો આપણે ત્યાં જવા દો. પર્યાવરણીય નિષ્ણાતો અને અન્ય લોકોને પણ ત્યાં આવવા દો. આપણે જાતે જોવા માંગીએ છીએ કે ત્યાં શું થઈ રહ્યું છે અને JCB આટલી ઊંચાઈએ કેવી રીતે પહોંચ્યું."
આ પણ વાંચોઃ દુનિયામાં દર 10માંથી 4 વ્યક્તિ પાસે સુરક્ષિત ઘર નથી! UNના રિપોર્ટમાં ચોંકાવનારો ખુલાસો
