વસુંધરા રાજે અને અન્ય 13 નેતાઓને રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા.
રાઘવ ચઢ્ઢાની બાદબાકી
આમ આદમી પાર્ટી છોડીને ભાજપમાં જોડાયેલા રાજ્યસભા સાંસદ રાઘવ ચઢ્ઢાને પંજાબ ચૂંટણીને ધ્યાનમાં રાખીને પાર્ટી સંગઠનમાં મોટી જવાબદારી મળવાની અપેક્ષા હતી. જોકે, આવું થયું નહીં. આગામી વર્ષની શરૂઆતમાં પંજાબમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. આ વર્ષના એપ્રિલમાં, રાઘવ ચઢ્ઢા અને છ અન્ય રાજ્યસભા સાંસદો ભાજપમાં જોડાયા, જેમાં સંદીપ પાઠક અને હરભજન સિંહ જેવા સાંસદોનો સમાવેશ કરાયો છે.
નેતાઓને મુખ્ય હોદ્દાઓ પર નિયુક્ત કરાયા
રાષ્ટ્રીય મહાસચિવ તરીકે વિનોદ તાવડે, સુનીલ બંસલ, બિપ્લવ કુમાર દેબ, સ્મૃતિ ઈરાની, ડો. સતીશ પુનિયા, ગજેન્દ્ર પટેલ, હરીશ દ્વિવેદી, સંજય ભાટિયા, આનો અર્થ એ છે કે નવી ટીમ સંગઠન અને રાજ્યો વચ્ચે સંકલનને મજબૂત બનાવવા પર વિશેષ ભાર મૂકે છે. ભાજપની નવી ટીમમાં વિવિધ રાજ્યોના નેતાઓનું પ્રતિનિધિત્વ કરતા 16 રાષ્ટ્રીય મંત્રીઓનો સમાવેશ થાય છે.
કવિતા પાટીદાર, કે. સુરેન્દ્રન, ડૉ.ભોલા સિંહ, ડો.પ્રદીપ વર્મા, જગદીશ ઈશ્વરભાઈ પટેલ, ડો.સંદીપ પાઠક, ફાંગનોન કોન્યાક, સંગીતા યાદવ, અનિલ એન્ટોની, ડૉ. એમ. વેંકટેશન, મનોજ તિગ્ગા, સિદ્ધાર્થ શંભુ, ડો.સ્વદેશ સિંઘ, મૃગાંકા દેવ બર્મન, રોહન ગુપ્તા, જય પ્રકાશ, રાષ્ટ્રીય ખજાનચી તરીકે પીયૂષ ગોયલ, રાષ્ટ્રીય સહ-ખજાનચી તરીકે રાજેશ મંગલને સ્થાન અપાયુ છે.
આ પણ વાંચોઃ આસિફ અલી ઝરદારીના નિવેદન પર Javed Akhtarનો કટાક્ષ, કહ્યુ, 'મિસ્ટર 10%'
