ભારતીય જનતા પાર્ટીએ OBC મોરચામાં સંગઠનાત્મક ફેરફાર કરતાં નવી રાષ્ટ્રીય ટીમની જાહેરાત કરી છે. 21 નવેમ્બર 2026ના રોજ જાહેર કરાયેલી યાદીમાં દેશનાં વિવિધ રાજ્યોના નેતાઓને અલગ-અલગ જવાબદારીઓ સોંપવામાં આવી છે. નવી ટીમમાં 7 રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ, 3 મહામંત્રી અને 7 રાષ્ટ્રીય સચિવની નિમણૂક કરવામાં આવી છે. આ ઉપરાંત 37 નેતાઓને રાષ્ટ્રીય કાર્યકારિણીમાં સ્થાન મળ્યું છે, જ્યારે 3 નેતાઓને વિશેષ આમંત્રિત સભ્યો બનાવવામાં આવ્યા છે. ગુજરાત માટે પણ આ યાદી મહત્ત્વની છે, કારણ કે દશરથજી ઠાકોરને રાષ્ટ્રીય સચિવ અને મહેન્દ્રભાઈ ઝુંગીને રાષ્ટ્રીય કાર્યકારિણી સભ્ય બનાવવામાં આવ્યા છે. 

7 રાષ્ટ્રીય ઉપાધ્યક્ષોની યાદી

ક્રમ નામ રાજ્ય
1  જોગેન મોહનઆસામ
2 મમતા મોહંતા ઓડિશા
3સંગમલાલ ગુપ્તા ઉત્તર પ્રદેશ
4 બાબનરાવ રાવજી ચૌધરી મહારાષ્ટ્ર
5 સત પ્રકાશ રાણા દિલ્હી
6 ડૉ. અર્જુન સાહની બિહાર
7 સંગીતા બલવંત બિંદ ઉત્તર પ્રદેશ

3 રાષ્ટ્રીય મહામંત્રી

ક્રમ નામ રાજ્ય
1 ગજેન્દ્ર યાદવ દિલ્હી
2 પ્રમોદ મધ્વરાજ કર્ણાટક
3 લલિત ચંદ્રાકર છત્તીસગઢ

7 રાષ્ટ્રીય સચિવ

ક્રમ નામ રાજ્ય
1 દશરથજી ઠાકોર ગુજરાત
2 ટી. વરથરાજન તમિલનાડુ
3 સંજીવ કુમાર (બબલુ ભગત) ઝારખંડ
4 સરિતા જાંગિડ હરિયાણા
5 કડગાંચી રમેશ તેલંગાણા
6 વૈભવ પંવાર મધ્યપ્રદેશ
7 ભીમ કુમાર સાહુ બિહાર

અન્ય રાષ્ટ્રીય હોદ્દેદારો

હોદ્દો નામ રાજ્ય
રાષ્ટ્રીય ખજાનચી રાધેશ્યામ યાદવ ઉત્તર પ્રદેશ
કેન્દ્રીય કાર્યાલય સચિવ સંજય કુમાર ગુર્જર દિલ્હી
કેન્દ્રીય કાર્યાલય સંયુક્ત સચિવ ડૉ. અરુણ યાદવદિલ્હી
મીડિયા સંયોજક અજય ગુપ્તા બિહાર
સોશિયલ મીડિયા સંયોજક પરીક્ષિત ડાગર દિલ્હી
સોશિયલ મીડિયા સહ-સંયોજક પ્રદીપ મહોર સોની મધ્યપ્રદેશ
નીતિ અને સંશોધન સંયોજક પ્રો. પંકજ ચૌધરી દિલ્હી
નીતિ અને સંશોધન સહ-સંયોજક આશુતોષ બેહરા ઓડિશા
નીતિ અને સંશોધન સહ-સંયોજક રાહુલ યાદવ ઉત્તર પ્રદેશ

37 રાષ્ટ્રીય કાર્યકારિણી સભ્યોની યાદી

ભાજપના OBC મોરચાની રાષ્ટ્રીય કાર્યકારિણીમાં દેશનાં વિવિધ રાજ્યોના કુલ 37 નેતાઓને સ્થાન આપવામાં આવ્યું છે. આ યાદીમાં ગુજરાતના મહેન્દ્રભાઈ ઝુંગી, દિલ્હીના શ્વેતા સૈની, મહારાષ્ટ્રના રાહુલ ગોવિંદ કેન્દ્રે, મધ્યપ્રદેશના સીતારામ બાથમ અને સમીક્ષા ગુપ્તા, ઉત્તર પ્રદેશના ભુવન ભૂષણ કમલ અને ડૉ. ઋચા રાજપૂત, રાજસ્થાનના જગદીશ દેવાસી અને સંગીતા સોલંકી સહિતના નામો સામેલ છે. આ ઉપરાંત હરિયાણા, પંજાબ, ઓડિશા, પશ્ચિમ બંગાળ, તેલંગાણા, જમ્મુ-કાશ્મીર સહિતનાં રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના પ્રતિનિધિઓને પણ જવાબદારી સોંપવામાં આવી છે.

3 વિશેષ આમંત્રિત સભ્યો

ક્રમ નામ રાજ્ય
1 પ્રો. અદ્વૈત ચરણ ગડનાયક ઓડિશા
2 યુજવેન્દ્ર સિંહ ચહલ દિલ્હી
3 એડવોકેટ સીમા સમૃદ્ધિ કુશવાહા ઉત્તર પ્રદેશ
ભાજપના OBC મોરચાની આ તમામ નિમણૂકો તાત્કાલિક અસરથી અમલમાં આવશે. યાદી પર મોરચાના રાષ્ટ્રીય અધ્યક્ષ અને રાજ્યસભાના સાંસદ અમરપાલ મૌર્યના હસ્તાક્ષર છે.