election controversy: ચૂંટણી પંચમાં મતભેદોને લઈને સામે આવેલા અખબારના અહેવાલ બાદ રાજકારણ ગરમાયું છે. વિપક્ષના નેતાઓએ મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારને હટાવવા, જેલમાં મોકલવા અને પાંચ રાજ્યોની ચૂંટણી ફરીથી કરાવવાની માંગ કરી છે. આ દરમિયાન જમ્મુ-કાશ્મીરના મુખ્યમંત્રી ઉમર અબ્દુલ્લાની પણ પ્રતિક્રિયા સામે આવી છે. તેમણે કહ્યું કે અખબારના અહેવાલથી ઘણા સવાલો ઊભા થાય છે. ચૂંટણી પંચે જે નિવેદન આપ્યું છે કે મતભેદ રહે છે, તેનાથી સાબિત થાય છે કે કંઈક બરાબર નથી.

સુધારાત્મક પગલાં લેવાની જરૂર: ઉમર અબ્દુલ્લા

જમ્મુ-કાશ્મીરના મુખ્યમંત્રી ઉમર અબ્દુલ્લાએ આગળ કહ્યું કે સુધારાત્મક પગલાં લેવાની જરૂર છે. જો લોકોનો ચૂંટણી પરથી વિશ્વાસ ઊઠી જશે તો પછી લોકશાહીમાં શું રહેશે? મુખ્યમંત્રીએ કહ્યું, "લોકશાહીની બૂનિયાદ ચૂંટણી છે. જો લોકોનો ચૂંટણી પરથી વિશ્વાસ ઊઠી જશે તો લોકો ચૂંટણીમાં ભાગ જ કેમ લે? આ અંગે ચૂંટણી પંચના સભ્યો અને ભારત સરકારે વિચારવું જોઈએ."

રાહુલ ગાંધીના નિવેદન સાથે સહમતિ

કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીના નિવેદન સાથે સહમતિ વ્યક્ત કરતાં સીએમ અબ્દુલ્લાએ કહ્યું, "જો તમે કોઈ વ્યક્તિને મત આપવાથી રોકી રહ્યા છો, જ્યાં મત આપવો તેનો અધિકાર છે, તો આ લોકશાહી પર હુમલો નથી તો શું છે? રાહુલ ગાંધીએ જે કહ્યું તે બિલકુલ સાચું છે. હવે આને ઠીક કરવા માટે શું પગલાં લેવામાં આવશે, તે આપણે જોવું પડશે." ઉલ્લેખનીય છે કે રાહુલ ગાંધીએ આ મામલે ચૂંટણી પંચ પર નિશાન સાધતા કહ્યું હતું, "તમે જે કરી રહ્યા છો તે ખોટું કરી રહ્યા છો. આ દેશ વિરુદ્ધ છે અને સમય આવશે ત્યારે અમે તમને પકડીશું."

આ પણ વાંચો: ધોળા દિવસે પહાડ પાર કરી ઉમર અબ્દુલ્લાના સત્તાવાર નિવાસમાં યુવક ઘૂસ્યો, સુરક્ષા વ્યવસ્થા સામે ગંભીર સવાલ