સર્જિયો ગોરે કહ્યું હતુ કે, અહીં આવીને આનંદ થયો. જમ્મુ અને કાશ્મીર ભારતનો એક મહત્વપૂર્ણ ભાગ છે. આ મારો પ્રથમ અનુભવ છે. 

સર્જિયો ગોરની બે દિવસીય મુલાકાત

અમેરિકી રાજદૂત સર્જિયો ગોર જમ્મુ અને કાશ્મીર તથા લદ્દાખની બે દિવસની મુલાકાત માટે શ્રીનગર પહોંચ્યા હતા. મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લા સાથે મુલાકાત બાદ તેમણે મીડિયા સાથે વાત કરી હતી. સર્જિયો ગોરે કહ્યું કે, અમેરિકા મુસાફરી ચેતવણીઓ જારી કરે છે. અમે સમયાંતરે તેની સમીક્ષા કરીએ છીએ. અમારું માનવું છે કે દિલ્હી, જમ્મુ અને કાશ્મીરના મુખ્યમંત્રી અને અહીંના વહીવટીતંત્રે આ પ્રદેશને વધુ સુરક્ષિત બનાવવા માટે કેટલાક ઉત્તમ પગલાં લીધા છે.

યુએસ મુસાફરી ચેતવણી પર વિચાર કરશે: ગોર

ગોરે લધુમાં કહ્યું હતુ કે, તેથી અમે વિચાર કરીશું કે શું યુએસ દ્વારા જારી કરાયેલ મુસાફરી ચેતવણીનું સ્તર ઘટાડવું જોઈએ. જેમ મેં પહેલા કહ્યું હતું તેમ, આ એક સુંદર સ્થળ છે. મને લાગે છે કે ઘણા અમેરિકનો જમ્મુ અને કાશ્મીર આવીને તેની સુંદરતા જોવાનું પસંદ કરશે. આ દરમિયાન, ગોર સાથે મુલાકાત કર્યા પછી મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાએ કહ્યું કે, અમારી મુલાકાત ખૂબ સારી રહી. અમને બંને દેશો વચ્ચેના સંબંધો પર ચર્ચા કરવાની તક મળી, ખાસ કરીને જમ્મુ અને કાશ્મીર માટે અમેરિકા શું કરી શકે છે તેના પર ધ્યાન કેન્દ્રિત કરીને. સ્વાભાવિક રીતે, કેટલાક વિલંબિત મુદ્દાઓ છે જેને અમે સમય જતાં ઉકેલવાનો પ્રયાસ કરીશું. 

કયા મુદ્દાઓ પર થઇ ચર્ચા ?

ઓમરે બીજી પોસ્ટમાં કહ્યું કે સર્જિયો ગોર અને મેં જમ્મુ અને કાશ્મીર અને અમેરિકા વચ્ચેના જોડાણને કેવી રીતે વિસ્તૃત અને ગાઢ બનાવવું તે અંગે ખૂબ જ સારી વાતચીત કરી, ખાસ કરીને પર્યટન, બાગાયત અને નવી અર્થવ્યવસ્થા જેવા ક્ષેત્રોમાં. હું આ જોડાણ ચાલુ રાખવા અને અમારા સંવાદને આગળ વધારવા માટે આતુર છું.

આ પણ વાંચોઃ FSSAIની મોટી કાર્યવાહી, Zandu અને Amway સહિતની કંપનીઓએ '100% પ્યોર' ના દાવા પાછા ખેંચ્યા