સૂત્રોના કહ્યા મુજબ ,અજિત પવારના પત્ની સુનેત્રા પવારને આવતીકાલે NCP વિધાનસભા પક્ષના નેતા તરીકે ચૂંટવામાં આવી શકે છે.
નાયબ મુખ્યમંત્રી તરીકે નિયુક્તની માંગ
અજિત પવારના અવસાન બાદ મહારાષ્ટ્રમાં નાયબ મુખ્યમંત્રી પદ ખાલી પડ્યું છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, અજિત પવારના પત્ની સુનેત્રા પવાર આવતીકાલે નાયબ મુખ્યમંત્રી તરીકે શપથ લઈ શકે છે. જો સુનેત્રા પવાર પદના શપથ લેશે, તો મહારાષ્ટ્રને પ્રથમ મહિલા નાયબ મુખ્યમંત્રી મળશે. શુક્રવારે, NCP નેતાઓએ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ સાથે મુલાકાત કરી અને સુનેત્રા પવારને નાયબ મુખ્યમંત્રી તરીકે નિયુક્ત કરવાની માંગ કરી હતી.
મુંબઇમાં યોજાશે બેઠક
સૂત્રોના જણાવ્યા અનુસાર, NCPના તમામ ધારાસભ્યોની એક મહત્વપૂર્ણ બેઠક કાલે સવારે 11 વાગ્યે મુંબઈમાં યોજાશે. આ બેઠકમાં, સુનેત્રા પવારને ધારાસભ્ય પક્ષના નેતા તરીકે ચૂંટવામાં આવશે, ત્યારબાદ તેઓ સાંજે નાયબ મુખ્યમંત્રી તરીકે શપથ લેશે. શુક્રવારે, NCP નેતાઓ છગન ભુજબળ, સુનીલ તટકરે, ધનંજય મુંડે અને પ્રફુલ્લ પટેલે મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ સાથે મુલાકાત કરી અને સુનેત્રા પવારને નાયબ મુખ્યમંત્રી તરીકે નિયુક્ત કરવાનો પ્રસ્તાવ મૂક્યો હતો.
અજિત પવારનું પ્લેન ક્રેશમાં નિધન
બુધવારે અજિત પવારના અવસાન પછી, NCP સમર્થકો સુનેત્રા પવારને નાયબ મુખ્યમંત્રી બનાવવાની માંગ કરી રહ્યા છે. સમર્થકોનું કહેવું છે કે જો સુનેત્રા નાયબ મુખ્યમંત્રી બને છે. તો અજિત પવાર સત્તામાં રહેશે. આ સાથે, NCP નેતાઓ માંગ કરી રહ્યા છે કે જે વિભાગો અજિત પવાર પાસે હતા તે સુનેત્રા પવારને આપવામાં આવે.
આ પણ વાંચોઃ













