આરજેડી છોડ્યા બાદ તેજ પ્રતાપ યાદવે મહુઆ માટે પોતાની ઉમેદવારી જાહેર કરીને પોતાની રાજકીય દિશા સ્પષ્ટ કરી હતી. તેજ પ્રતાપ યાદવે કહ્યું હતુ કે, તેમને ગમે તેટલા આમંત્રણો મળવા છતા પણ તેઓ હવે આરજેડીમાં પરત નહી ફરે.
નવો રાજકીય માર્ગ પસંદ કર્યો
હું ગીતા અને ભગવાન કૃષ્ણના શપથ લઉં છું કે, હું ક્યારેય આરજેડીમાં પાછો નહીં ફરું. ઇન્ટરવ્યુ દરમિયાન તેજ પ્રતાપ યાદવે સ્પષ્ટ કર્યું હતુ કે, તેમને ગમે તેટલા આમંત્રણો મળે, તેઓ આરજેડીમાં પાછા નહીં ફરે. આરજેડીમાં પાછા ફરવાની બધી અટકળોને નકારી કાઢતા, તેજ પ્રતાપ યાદવે કહ્યું કે તેઓ તેમના નિર્ણય પર અડગ છે. તેમણે ગીતા અને ભગવાન કૃષ્ણના શપથ લીધા છે. અને તેમનું મન સંપૂર્ણપણે સ્પષ્ટ છે. મહુઆ વિધાનસભા મતવિસ્તાર માટે ઉમેદવારી નોંધાવતા તેજ પ્રતાપે કહ્યું હતુ કે તેઓ પોતાની રાજકીય કારકિર્દીને જાતે આગળ વધારશે. તેમના કૌટુંબિક સંબંધો મજબૂત છે. પરંતુ તેમણે એક નવો રાજકીય માર્ગ પસંદ કર્યો છે.
Also Read
Bihar Assembly Election 2025: રાઘોપુર પહોંચતા જ Tej Pratap Yadavએ પોતાના ભાઇ Tejashwi Yadav વિશે શું કહ્યુ?
Tej Pratap Yadavએ અગાઉ Tejashwi Yadavને ગણાવ્યા હતા આગામી CM, પરંતુ હવે બદલાઇ છે ઇચ્છા, જાણો કોણ બનશે મુખ્યમંત્રી?
Bihar Assambly Election 2025: સંબોધન દરમિયાન Tej Pratap Yadavએ તેજસ્વી યાદવ અને Rahul Gandhi પર કર્યા પ્રહાર
પરિવાર પ્રત્યે પ્રેમ અને આદર
તેમના નિવેદનમાં, તેજ પ્રતાપે તેમના પરિવાર પ્રત્યેનો પ્રેમ અને આદર પણ વ્યક્ત કર્યો. તેમણે કહ્યું હતુ કે, અમારા માતા-પિતા અમારા દેવતાઓ જેવા છે અને અમે તેમનો આદર કરીએ છીએ અને તેમની છબી અમારા હૃદયમાં રાખીએ છીએ. તેમણે એમ પણ કહ્યું હતુ કે, રાજકારણ અને પરિવાર અલગ સંબંધો છે અને આ હંમેશા તેમના હૃદયમાં રહેશે. જોકે, તેમણે એ પણ સ્પષ્ટ કર્યું કે તેમનો રાજકીય માર્ગ હવે અલગ રહેશે.
રાજકીય વિશ્લેષકોનો મત જાણો
તેજ પ્રતાપે મહુઆ વિધાનસભા મતવિસ્તાર માટે પોતાની ઉમેદવારીની જાહેરાત કરી છે. જે તેમના નવા પક્ષના આધારે રાજકીય કારકિર્દી બનાવવાના તેમના ઇરાદાનો સંકેત આપે છે. તેમણે તેમની બહેનોને જો તેઓ ઈચ્છે તો RJDમાં જોડાવાની ઓફર કરી છે. તેમણે કહ્યું કે જો તેમની બહેનો તેમની સાથે જોડાશે. તો તેઓ તેમને તેમની પાર્ટી તરફથી ટિકિટ પણ આપશે. રાજકીય વિશ્લેષકો માને છે કે તેજ પ્રતાપ યાદવનું વલણ બિહારના રાજકીય પરિદૃશ્યને વધુ રસપ્રદ બનાવશે, કારણ કે તેઓ હવે RJD વિના પોતાની રાજકીય ઓળખ બનાવવાનો પ્રયાસ કરી રહ્યા છે.










